ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
બધા લોકોએ કૃષ્ણ જન્મોત્સવ કે કોઈ પણ ઉત્સવની ઉજવણી વિશે સાંભળ્યું જ હશે. ઘરે પારણું ઝૂલે તો અડોશ-પડોશમાં મીઠાઈ વહેંચીની ખુશીઓ વ્યક્ત કરવાની વાત પણ સાંભળી હશે, પણ શું તમે એવું સાંભળ્યું છે કે પાણીપૂરી ખવડાવીને ઉત્સવ મનાવ્યો હોય, તો ચાલો જાણીએ શું છે?
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક પિતાએ પોતાની દીકરીના જન્મની અનોખી રીતે ઉજવણી કરી, તેમણે લોકોને 50 હજારથી વધુ પાણીપૂરી ખવડાવી. દીકરીના જન્મ પર ઉજવાયેલો આ ઉત્સવ ચર્ચાનો વિષય બની ગયો છે. દીકરીના જન્મ પર આ અનોખી ઉજવણી કોલાર રોડ પર રહેતા અંચલ ગુપ્તાએ કરી હતી. જ્યારે 17 ઑગસ્ટના રોજ તેમના ઘરમાં એક પુત્રીનો જન્મ થયો, ત્યારે તેમની ખુશીની કોઈ સીમા નહોતી. તેમણે પોતાની પુત્રીનું નામ ‛અનોખી’ રાખ્યું છે. તેમને બે વર્ષનો પુત્ર પણ છે. દીકરીના જન્મ પહેલાં જ તેમણે વિચાર્યું હતું કે તે દીકરીના જન્મોત્સવને ખૂબ જ અનોખી રીતે ઊજવશે.
ઘરમાં પુત્ર પછી જન્મેલી દીકરી પર અલગ રીતે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે યોજના નક્કી હતી. તેમણે પોતાની ખુશી દરેક સાથે વહેંચવાનું મન બનાવ્યું અને વિચાર્યું કે લોકોને પાણીપૂરી મફતમાં કેમ ન ખવડાવવી શકાય. પિતાની આ અનોખી ઉજવણીમાં લોકો પાણીપૂરી ખાવા માટે પણ કતારમાં ઊભા હતા.
કોલાર સર્કલમાં છેલ્લાં 14 વર્ષથી પાણીપૂરીનો વ્યવસાય કરે છે. સામાન્ય દિવસોમાં તે લગભગ પાંચ હજાર પાણીપૂરી વેચે છે. લોકો તેમની પાણીપૂરી ખાવા માટે દૂર-દૂરથી આવે છે. તેમણે ગ્રાહકો અને લોકો સાથે દીકરીના જન્મની ખુશી વહેંચીને આનંદમાં અનેક ગણો વધારો કર્યો.
જોરદાર અને કડક અવાજ ધરાવનાર અમિતાભ અને ડેની ડેન્ઝોંગપા વધુ એક વખત સાથે આવશે