ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પોલીસ વિરોધમાં મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પણ પોલીસને 24 કલાકમાં તેમની માફી માગવી જોઈએ એવી અજીબોગરીબ માગણી પણ તેમણે કરી છે.
કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના કૌભાંડના પુરાવા એકત્ર કરવા કોલ્હાપુર જવા માગતા હતા. તે અગાઉ પોલીસે તેમને મુલુંડના ઘરમાં જ નજરકેદ કરી દીધા હોવાનો તેમણે દાવો કર્યો હતો. કોલ્હાપુરમાં તેમના પ્રવેશ પર કલેકટરે પ્રતિબંધ મૂકી દીધો હતો. તેથી કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા માટે ટ્રેન પકડવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ગુંડાગીરી કરીને તેમને રોકી દેવામાં આવ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. તેથી આ પ્રકરણમાં તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણમાં તેમની માફી માગવી એવી માગણી પણ સોમૈયાએ કરી છે.
6 મહિનામાં, 6 રાજ્યોના મુખ્ય મંત્રીઓ બદલાયા, રાજનીતિમાં આવ્યો નવો વળાંક; જાણો વિગત
આ પૂરા પ્રકરણ બાદ હવે કિરીટ સોમૈયાએ 28 સપ્ટેમ્બરના તેઓ કોલ્હાપુર જશે એવી જાહેરાત કરી છે.