600
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
ખેડૂત આંદોલન ને કારણે ભારત દેશના અલગ-અલગ હિસ્સામાં ઘણી બધી સીટો પર અસર પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આંદોલનને કારણે ભાજપની લોકપ્રિયતા ઘટી છે. હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે જેના પરિણામો અનુસાર ભાજપને આશરે ૪૦ લોકસભા સીટો પર નુકસાન થઈ શકે છે.આ આંકડો સામે આવતાની સાથે જ ભાજપનું મોવડીમંડળ ચિંતામાં પડી ગયું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ માં સીટો નું નુકસાન શક્ય છે.
આથી ભારતીય જનતા પાર્ટીએ હવે આક્રમક રીતે કૃષિ બિલ સંદર્ભે પોઝિટિવ પ્રચાર કરવાની રણનીતિ તૈયાર કરી છે. જે મુજબ ભાજપ ના નેતાઓ ગામડે ગામડે જઇ પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરશે.
હવે દરેક પાર્ટીને મુંબઈના ગુજરાતીઓની યાદ આવી. શિવસેના બાદ આ પાર્ટીએ ગુજરાતી સેલ બનાવ્યો..
You Might Be Interested In