ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. મુંબઈ શહેરમાં આશરે ૧૫ ટકાથી વધારે ગુજરાતીઓ મતદાર છે. આ ઉપરાંત ઇશાન મુંબઈ, ઉત્તર મુંબઈ તેમજ શહેરમાં અનેક સીટો એવી છે જે ગુજરાતીઓની મહેરબાની વગર જીતી શકાય તેમ નથી.
મુંબઈ મહાનગર પાલિકા ચૂંટણી જીતવા માટે દરેક પાર્ટીને ગુજરાતી ના મતો જોઈએ છે. હાલ ગુજરાતીઓ ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. એટલે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે સૌથી પહેલા શિવસેનાએ પ્રયાસ કર્યો.કોંગ્રેસ પાર્ટી આ સંદર્ભે પગલાં લઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતી સેલ ની નવી ટીમ બનાવી છે. આ ઉપરાંત આવનાર દિવસમાં ગુજરાતીઓના એક શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક સમયે મુંબઈ શહેરના ગુજરાતીઓ કોંગ્રેસ પાર્ટી સાથે હતા ત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા હતી.
હવે કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે ગુજરાતીઓ તેમની સાથે ભળી જાય.
આમ ચૂંટણી આવતા દરેક પાર્ટી ને ગુજરાતી સમુદાય ની યાદ આવી રહી છે.
જે ન થવું જોઈએ તે થઈ ગયું : મુંબઈમાં કોરોના ની રી-એન્ટ્રી થઇ.