ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,12 એપ્રિલ 2021.
સોમવાર.
હિમાચલ પ્રદેશ ના સોલન જિલ્લાનો એક હેરત પમાડે એવો કિસ્સો સમાચાર માં આવ્યો છે.સોલન જિલ્લામાં નાલાંઘઢ ગામમાં રહેતા એક ભાઈ અને એક બહેનનું મૃત્યુ યુ ટ્યૂબ ચેનલ પર આવતા વિડિયો જોવાથી થયું છે. વાત જાણે એમ છે કે,સોલન જિલ્લાના આ ભાઈ બહેન ને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હતો,એનો ઈલાજ તેમણે યુ ટ્યૂબ પર જોયો, જેમાં પપૈયાના પાંદડાનો રસ કાઢી ને પીવાનો ઈલાજ સૂચવવામાં આવ્યો હતો.એ ભાઈ બહેને તે પ્રમાણે રસ કાઢીને પીધો તો થોડાજ સમયમાં તેમનું મૃત્યુ થઇ ગયું.
હિમાચલ પ્રદેશ પોલીસે આ અંગે ની તપાસ પણ શરુ કરી દીધી છે.પોલીસે ઓફિસર ના જણાવ્યા મુજબ, રામદેવી નામની મહિલા છેલ્લા સાત વર્ષથી પોતાના ત્રણ બાળકો સાથે નાલાંઘઢ ગામમાં મજૂરીનું કામ કરતી હતી. તેના ત્રણેય બાળકોને થોડા સમયથી તાવ આવતો હોવાથી તેમણે કોઈને પણ કહ્યા વગર યુ ટ્યૂબ પરથી વિડીયો જોયો અને તે પ્રમાણે પપૈયાના પાંદડાનો રસ કાઢી ને પીધો.એમાંથી એક દસ વર્ષની બહેન અને અઢાર વર્ષના ભાઈનું મૃત્યુ થઈ ગયું જયારે ચૌદ વર્ષની એક બહેન સારવાર અર્થે હોસ્પિટલ માં એડમિટ છે.તેની પરિસ્તિથી પણ ગંભીર છે. જોકે એક શક્યતા એ પણ ચર્ચવામાં આવે છે કે બાળકોએ જે પપૈયા ના પાંદડા રસ કાઢવા માટે લીધા હોય એ ઝેરી પણ હોઈ શકે અથવા વીડિયોમાં બતાવ્યા મુજબ તે રીતે અનુસરવામાં તેમણે કોઈ ભૂલ પણ કરી હોય.
આ એક આંખ ખોલનારો બનાવ છે. આજના આ ડિજિટલ યુગના બાળકો અને યુવાનોને એટલું જ કેહવું રહ્યું કે યુ ટ્યૂબ પરથી કે બીજે ક્યાંયથી વિડિઓ જોઈને તેનું આંધળું અનુકરણ કરવું નહિ.
'અબ આયા ઉંટ પહાડ કે નીચે' અનિલ દેશમુખે અઠવાડિયામાં CBI સામે આવવું પડશે. જાણો વિગત
