News Continuous Bureau | Mumbai
તમે ટ્રેનમાં(Train) ઘાસ, દૂધ, સામાન જેવી વસ્તુઓ લઈ જતા તો જોયું હશે, પરંતુ શું તમે ક્યારેય આખલાને(Bull) ટ્રેનની સવારી કરતા જોયો છે? જો નહીં તો હવે આ વીડિયોમાં જોઈ લો.
પ્રાપ્ત જાણકારી મુજબ ઝારખંડના(Jharkhand) સાહિબગંજથી(Sahibganj) બિહારની(Bihar) વચ્ચે ચાલતી ઈએમયુ પેસેન્જર ટ્રેનમાં(EMU passenger train) એક આખલો મુસાફરી કરતા જોવા મળી રહ્યો છે. યાત્રીઓનું કહેવું છે કે મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન(Mirza Chowki Railway Station) પર ૧૦-૧૨ લોકોએ આખલાને પેસેન્જર ટ્રેનમાં(passenger train) ચડાવી દીધો અને લોકોને કહ્યું કે તેને સાહિબગંજમાં નીચે ઉતારી દેજો.
આ લોકોએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો અને ચાલ્યા ગયા. આ પછી કેટલાક મુસાફરો કોચ છોડીને બીજી બોગીમાં જતા રહ્યા. ત્યાં જ કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા(Social media) પર અપલોડ કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
अब इसे क्या कहेंगे अब तक साइकिल दूध का केन सब्जी आदि लेकर बिहार की ट्रेनों में यात्रा करते देखा होगा अब एक तस्वीर ये भी देखिए मिर्जाचौकी से साहिबगंज जाने के दौरान मिर्जाचौकी रेलवे स्टेशन पर लोकल पैसेंजर में कुछ अज्ञातों ने क्या कारनामा किया है वीडियो- भागलपुर से दिलीप pic.twitter.com/ELdIfXuE1s
— Prakash Kumar (@kumarprakash4u) August 5, 2022
આ સમાચાર પણ વાંચો :મળો-કળયુગના ભૈંસાસુરને- જે ભેંસની જેમ ખાય છે ચારો- કારણ જાણીને તમે પણ રહી જશો દંગ- જુઓ વિડીયો
કહેવામાં આવી રહ્યું છે કે આખલો સ્ટેશન પર ફરતો હતો. જેને તોફાની તત્વો દ્વારા ટ્રેનની અંદર બાંધી દેવામાં આવ્યો હતો. તેઓએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો. આખલાને જોઈને કોચમાં રહેલા લોકો ડરી ગયા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. 
 
 
			         
			         
                                                        