News Continuous Bureau | Mumbai
જો તમે આ વર્ષે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સસ્તું સોનું ખરીદવાની તક છે. અક્ષય તૃતીયા(Akshay Tritiya) પર સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા આ વર્ષે મંગળવાર 3 મે, 2022 ના રોજ ઉજવવામાં આવવાની છે, ત્યારે ગયા સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં(Gold price) વધઘટ જોવા મળી હતી, ત્યારબાદ સોનું નજીવા ઘટાડા સાથે બંધ થયું છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે આવતીકાલે સોનાના દરમાં ઘટાડો જોવા મળશે અને લોકો ધૂમ ખરીદી કરશે એવું બજારના નિષ્ણાતોનું કહેવું છે.
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન(Indian Bullion and Jewelers Association) અનુસાર 25થી 29 એપ્રિલ ની વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહના કારોબાર બાદ સોનું 22 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને બંધ થયું છે. તે જ સમયે, ચાંદી 392 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ છે. આ સમગ્ર સપ્તાહ માં સોના અને ચાંદી બંને ધાતુઓ સસ્તી થઈ છે.
આ સમાચાર પણ વાંચો : હવે તમારા નામ સરનામા ગુગલ પર નહીં દેખાય. આ તારીખ પછી ગુગલની નીતિઓનો આકરો અમલ. જાણો તમને શી અસર થશે.
સોનું રેકોર્ડ સ્તરથી 4145 રૂપિયા સસ્તું થઈ રહ્યું હોવાનું બજારના વેપારીઓની કહેવું છે. આ ઘટાડા પછી, સોનુ તેની ઓલ ટાઈમ હાઈ કરતાં 4145 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020માં સોનું તેના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. આ સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું હતું.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 25 થી 29 એપ્રિલની વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 25 એપ્રિલે સોનું 52077 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, 29 એપ્રિલે સોનું 52055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના સ્તરે બંધ થયું હતું.
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.
સોનાની કિંમતની સાથે જ તમે ખરીદી કરેલું સોનું અસલી છે કે નકલી તે પણ તપાસી શકો છે. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.