News Continuous Bureau | Mumbai
Viral Video: કહેવાય છે કે બિલાડીઓ ખૂબ જ હોંશિયાર હોય છે, તેઓ એક પણ એવી તક છોડતી નથી જ્યાં તેમને ફાયદો થાય, આ સિવાય તેઓ અદ્ભુત શિકારી પણ હોય છે. તે પોતાના શિકારને કૂદકો મારીને પકડવાની શક્તિ ધરાવે છે અને આંખના પલકારામાં તેને પકડી લે છે. પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તે થોડો અલગ છે. દરમિયાન એક વૃદ્ધ સાથે પણ જે થયું તે કોઈએ પણ સપનામાં નહીં વિચાર્યું હોય.. થયું એવું કે એક વૃદ્ધ વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો હતો કે, તરત જ ઉપરથી બિલાડી(Cat) આવીને તેના પર પડી… જે પછી તેઓ બેભાન (unconscious) થઈ ગયા હતાં.
જુઓ વિડીયો
So many questions.. pic.twitter.com/64aqEuiVmD
— CCTV IDIOTS (@cctvidiots) August 2, 2023
આ સમાચાર પણ વાંચો : Nari Vandan Utsav : મહિલાઓને સ્વસ્થ, સુશિક્ષિત અને સશક્ત બનાવતો ‘નારી વંદન ઉત્સવ’
એક વૃદ્ધ વ્યક્તિ પર પડી બિલાડી
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ચીન(China)ની હોવાનું કહેવામાં આવે છે. વિડીયોમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ડોગી સાથે ટહેલતો હોય છે. આ દરમિયાન અચાનક જ ઉપરથી એક બિલાડી તેમના માથા પર આવીને પડે છે અને તે જમીન પર પડે છે અને બેભાન થઈ જાય છે.
કૂતરા-બિલાડી વચ્ચે લડાઈ
જે પછી એક ડોગી (Dog) જુવે છે કે અચાનક જ તે વૃદ્ધ વ્યક્તિને આ શું થઈ ગયું? પછી થોડી દૂર તેને એક બિલાડી જોવા મળે છે. તે બિલાડી સાથે લડવા લાગે છે અને બિલાડી પણ તેને પંજો મારી દે છે.