News Continuous Bureau | Mumbai
સરકાર તરફથી અનેક યોજનાઓ(Government schemes) ચલાવવામાં આવે છે જેમાંથી કેટલીક યોજનાઓ વિદ્યાર્થીઓ(Students) માટે તો કેટલીક યોજનાઓ વૃદ્ધો(Olders) માટે હોય છે. આ ઉપરાંત બીપીએલ પરિવારોને(BPL ) પણ સરકાર યોજનાઓના માધ્યમથી આર્થિક મદદ(Financial assistance) કરે છે. કેન્દ્ર સરકાર(Central Govt) તરફથી આવી જ એક યોજના બાળકના જન્મ(Child birth) વખતે મહિલાઓને અપાય છે. શું તમને આ યોજનાની જાણકારી છે? જો ન હોય તો ખાસ વાંચો
મોદી સરકાર તરફથી ચલાવવામાં આવતી આ યોજનાનું નામ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના(Pradhan Mantri Matrutva Vandana Yojana) છે. જે હેઠળ ૫૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજના ૧ જાન્યુઆરી ૨૦૧૭માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં(women's accounts) પૈસા ટ્રાન્સફર(Money transfer) કરાય છે. જેનો હેતું એવી મહિલાઓ કે જેમની પાસે કોઈ રોજગાર કે સાધન નથી તેમને આત્મનિર્ભર(self-sufficient) બનાવવાનો છે. આ યોજના દ્વારા માતા પોતાના બાળકની દેખભાળ કરી શકે છે. સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર આ પૈસા મહિલાઓના એકાઉન્ટમાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે.
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ પહેલીવાર ગર્ભધારણ કરનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક મદદ અપાય છે. યોજનાને પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાયતા યોજનાના(Pregnancy Assistance Scheme) નામથી પણ ઓળખવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે પહેલીવાર ગર્ભાવસ્થા ધારણ કરનાર ગર્ભવતી મહિલાના રજિસ્ટ્રેશન(Registration of pregnant women) માટે મહિલા અને તેના પતિના આધાર કાર્ડ(aadhar card), માતા પિતાના ઓળખપત્ર, બાળકનું જન્મ પ્રમાણપત્ર, બેંક પાસબુકની ફોટોસ્ટેટ કોપી હોવી જરૂરી છે. બેંક ખાતા જોઈન્ટ હોવા જોઈએ નહીં. ગર્ભવતી મહિલાને ૫૦૦૦ રૂપિયા ૩ હપ્તામાં આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન- શું તમને પણ આવ્યો છે આવો મેસેજ- ઘરે મોબાઇલ ટાવર લગાવશો તો મળશે 30 લાખ અને 25 હજાર પગાર-જાણો આ વાયરલ મેસેજની સત્યતા
આ યોજનાનો હેતુ પહેલીવાર માતા બનનારી મહિલાઓને પોષણ આપવાનો છે. ૫૦૦૦ રૂપિયામાંથી પહેલો હપ્તો ૧૦૦૦ રૂપિયાનો જે ગર્ભધારણના ૧૫૦ દિવસની અંદર નોંધણી કરાવો તો મળે છે, બીજાે હપ્તો ૨૦૦૦ રૂપિયાનો ૧૮૦ દિવસની અંદર અને ઓછામાં ઓછી એક પ્રિનેટલ ચેકઅપ થયા પછી અપાય છે. ત્રીજાે હપ્તો ૨૦૦૦ રૂપિયાનો હોય છે જે ડિલિવરી અને શિશુનું પ્રથમ રસીકરણ ચક્ર પૂરું થાય તે પછી અપાય છે. સરકારી નોકરી કરતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે નહીં.
પીએમ માતૃત્વ વંદના યોજના હેઠળ (એ.એસ.એચ.એ) કે (એ.એન.એમ.) દ્વારા અરજી કરી શકો છો. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. યોજનાનો લાભ તમામ ગર્ભવતી મહિલાઓને અપાય છે પછી તેમની પ્રસુતિ સરકારી હોસ્પિટલમાં થઈ હોય કે પછી ખાનગી હોસ્પિટલમાં. વધુ વિગતો માટે તમે https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર જઈને મેળવી શકો છો.