News Continuous Bureau | Mumbai
આજકાલ સોશિયલ મીડિયા(Social media)નો ઘેરાવો ઝડપથી વધી રહ્યો છે. લોકો સમાચાર(News)થી માંડીને મનોરંજન(Entertainment) સુધી તમામ કામો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ(viral message) થાય છે જે ઠગો દ્વારા લોકોને મોકલવામાં આવે છે. આજકાલ દેશમાં ડિજિટલ ઇન્ડીયા (Digital India)ના અંતર્ગત મોબાઇલ ટાવર (mobile tower) લગાવવાનો એક મેસેજ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ પર વિશ્વાસ કરતાં તમારે મોટું નુકસાન વેઠવું પડી શકે છે.
આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર(indian Govt) ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મોબાઇલ વાઇફાઇ નેટવર્ક(Mobile WiFi Network) અંતર્ગત ટાવર લગાવી રહી છે, તેના એપ્લિકેશન ચાર્જ(Application charge)ના રૂપમાં ૭૪૦ રૂપિયા જમા કરવા પડશે. આ વાયરલ મેસેજમાં આ યોજનાનો ફાયદો ઉઠવવા મટે ૭૪૦ રૂપિયા જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ જણાવવામાં આવ્યું કે આમ કરવા પર તમને એકસાથે ૩૦ લાખ રૂપિયા મળશે. આ સાથે જ પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી(Govt Job)ના રૂપમાં ૨૫,૦૦૦ રૂપિયા દર મહિને પગાર મળશે.
આ સમાચાર પણ વાંચો :સીએએ લાગુ થશે અને સો ટકા લાગુ થશે પણ કયારે- અમિત શાહે આપ્યો આ જવાબ
દરમિયાન આ મેસેજનું ફેક્ટ ચેક પીઆઇબી દ્વારા કરવામાં આવ્યું છે. પીઆઇબી(PIB) એ આ વાયરલ મેસેજ(Viral Message)નું ફેક્ટ ચેક કરતાં જણાવ્યું કે આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે ખોટો(Fake) છે. ભારત સરકારે આ પ્રકારનો કોઇ પત્ર જાહેર કર્યો નથી, જેમા લોકોને ૩૦ લાખ રૂપિયા અને સરકારી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. આ વાયરલ મેસેજ એક છેતરપિંડી(Fraud)નો પ્રયાસ છે. આ વાયરલ મેસેજ પર બિલકુલ પણ વિશ્વાસ ન કરો અને પોતાની અંગત જાણકારી શેર ન કરો. આ પ્રકારના વાયરલ મેસેજમાં તમારી પાસે બેંક ડિટેલ્સ પણ માંગવામાં આવે છે જેને શેર કરવાનું ટાળો. આમ કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો અને તમારું ખાતું ખાલી થઈ શકે છે.