News Continuous Bureau | Mumbai
ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના તહેવાર- છઠ પૂજાની ભવ્ય ઉજવણી(Grand celebration of Chhath Pooja) KIIT (કિટ) યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. લોકોની શ્રદ્ધાના આ મહાપર્વના અવસરે યુનિવર્સિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિટ અને કિસ યુનિવર્સિટીના(KISS University) સંસ્થાપક ડો. અચ્યુતા સામંતા( Dr. Achyuta Samanta), યુનિવર્સિટીના કુલપતિ(University Chancellor) પ્રો. સસ્મિતા સામંત(Prof. Sasmita Samant) અને કુલસચિવ જ્ઞાનરંજન મહંતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ઉત્તર ભારતના હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને છઠ માતાની પૂજા-અર્ચના કરી હતી.
છઠ પૂજા નિમિત્તે ડો. સામંતાએ આ પર્વના મહત્વ અંગે જણાવ્યું હતું કે, આ તહેવાર ફક્ત પર્વ જ નહીં પરંતુ એક એવી સંસ્કૃતિ(Culture) છે જે લોકોમાં પરસ્પર સહકાર અને ભાઇચારાનો(Mutual cooperation and brotherhood) સંદેશો આપે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શુભકામના પાઠવી હતી અને તમામના તંદુરસ્ત આરોગ્યની કામના કરી હતી.
આ સમાચાર પણ વાંચો : તમે અત્યાર સુધી કોઈપણ વિમાનનું આટલું ડેન્જરસ લેન્ડિંગ નહીં જોયું હોય- સોશિયલ મીડિયામાં વિડિયો થઈ રહ્યો છે વાયરલ
ડો. સામંતાએ તમામના જીવનમાં પ્રેમ સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી સૂર્ય દેવને(Surya dev) પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, KIIT યુનિવર્સિટીમાં દેશના દરેક રાજ્યમાંથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. KIIT યુનિવર્સિટીની વિશેષતા એ છે કે, વર્ષના જુદા જુદા સમયે દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉજવાતા અલગ-અલગ તહેવારોનું ત્યાં આયોજન કરવામાં આવે છે