ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
કોરોનાના પ્રકોપથી બચવા માટે ફેફસાંની કાર્યક્ષમતા જાળવવી વધુ જરૂરી છે. આ પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ નવા અભિયાન નું નામ six minute walk test છે. અભિયાન અંતર્ગત છ મિનિટ સુધી વ્યક્તિએ ચાલવાનો અને ત્યારબાદ ઓક્સિજનનું સ્તર ખબર પડી જશે.
આ રીતે ટેસ્ટ કરો.
સૌથી પહેલા આંગળી પર ઓક્સિમીટર લગાડવું. ત્યારબાદ ઓક્સિમીટર ને ત્યાં જ રહેવા દેવું અને છ મિનિટ સુધી ચાલવું. આ દરમિયાન ઓક્સિજનનું સ્તર 93 ટકાથી ઓછું થાય અથવા પહેલાં ઑક્સિજન લેવલ અને ચાલ્યા બાદ ના ઓક્સિજન લેવલમાં ૩ ટકાથી વધુનો ફરક હોય તો સમજી જવું કે ફેફસામાં ઓક્સિજનનું સ્તર નીચું છે.
60 વર્ષથી વધુના વ્યક્તિ માટે આ ટેસ્ટ 3 મિનિટની છે.
ટોસિલીઝુમેબ કોણ સપ્લાય કરે છે? તેમજ તેના ડિસ્ટ્રીબ્યુટર કોણ છે. આ રહી સંપૂર્ણ સૂચિ…
આનો અર્થ એ થાય છે કે હવે ઘરમાં બેસીને કોરોના ની ટેસ્ટ સંભવ છે
