175
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
દેશમાં વૈદકીય સુવિધાઓની સખત અછત વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિમાં અનેક લોકો એવા છે જેમને હોસ્પિટલમાં દાખલો નથી મળ્યો અને તેમણે પોતાના પ્રાણપ્રિય વ્હાલાઓને ગુમાવવાનો વારો આવ્યો છે. આ આખી પરિસ્થિતિ પર દિવંગત અભિનેતા ઈરફાન ખાનની પત્ની સુતાપા સિકદર એ સોશિયલ મીડિયા પર બળાપો કાઢયો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે આ એક વિચિત્ર પરિસ્થિતિ છે જ્યારે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ને એમ્સમાં ઈલાજ ની સુવિધા મળે છે જ્યારે કે મારા પરિવારજનોને એક સાદી હોસ્પિટલમાં ખાટલો પણ નથી મળતો.
રાહતના સમાચાર : મહારાષ્ટ્ર માં કોરોના સંક્રમણનો ગ્રાફ 50 હજારથી નીચે આવ્યો. જાણો આજના નવા આંકડા..
આમ અભિનેતા ની પત્નીએ આજનું સાચું ચિત્ર લોકો સામે પ્રસ્તુત કર્યું છે.
You Might Be Interested In