ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
આપણે સામાન્યપણે વાંચ્યું હશે કે હત્યા કરવા માટે વ્યક્તિ ગન, ચાકુ કે બીજા ધારદાર હથિયારોનો ઉપયોગ કરતો હોય છે, પણ અહીં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પોતાનાં સાસુની હત્યા કરવા માટે સાપનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.
વાત રાજસ્થાનની છે કે જ્યાં આ કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ઘટના એવી છે કે રાજસ્થાનમાં મહિલાનાં લગ્ન આર્મી મૅન સાથે થયાં હતાં, પણ લગ્ન પછી પણ મહિલા તેના પ્રેમી સાથે ફોન પર સતત વાત કરતી હતી. જેનો મહિલાની સાસુ વિરોધ કરતી હતી.
મહિલાએ આખરે સાસુની હત્યાનુ કાવતરું ઘડી નાખ્યું હતું. આ માટે મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને એક ઝેરીલા સાપની વ્યવસ્થા કરી હતી. 2 જુન, 2018ની રાતે મહિલાએ સાપ જે બૅગમાં હતો એને મહિલાની બાજુમાં મૂકી દીધી હતી. સવારે મહિલાની સાસુ મૃત અવસ્થામાં મળી હતી અને તેનું મૃત્યુ સાપના ડંખ મારવાથી થયું હતું.
એ પછી પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે ઘટના જે દિવસે બની હતી એ દિવસે મહિલા અને એક વ્યક્તિ વચ્ચે 100 વખત ફોન પર વાત થઈ હતી. પોલીસે એ બાદ મહિલા અને તેના પ્રેમીની પૂછપરછ કરી હતી અને આખો કેસ બહાર આવ્યો હતો.
આ કેસમાં આરોપીઓની જામીન અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ફેસબુક ઠપ્પ ‘ટેલિગ્રામ’ મસ્ત, એક દિવસમાં વધ્યા આટલા કરોડ યૂઝર્સ, આંકડો જાણીને દંગ રહી જશો