ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓક્ટોબર, 2021
રવિવાર.
દરેક વ્યક્તિ (ખાસ છોકરીઓ) ઇચ્છે છે કે તેના હાથના નખ સુંદર દેખાય, પરંતુ ક્યારેક નખનો રંગ અને આકાર બદલાઈ જાય છે. નખનો રંગ અને આકાર બદલવો સ્વાસ્થ્ય માટે સારો નથી. નિષ્ણાતોના મતે નખનો રંગ મોટા ભાગે મોટા રોગની માહિતી આપે છે. વેબએમડીના સમાચારો અનુસાર જો તમને નખમાં ફેરફાર દેખાય છે તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે નખના રંગમાં ફેરફાર એ ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે. નખના રંગમાં ફેરફાર એ યકૃત, ફેફસાં અને હૃદયમાં સમસ્યા પેદા કરી શકે છે. ડૉક્ટરો દર્દીઓના નખ જોઈને તેની અંદરના રોગને ઓળખે છે. આવી સ્થિતિમાં કેટલાંક લક્ષણો જેમ કે ગોરાપણું, પીળો અથવા વાદળી, તેમનો આકાર બદલવો વગેરેથી કાળજી લેવાની જરૂર છે, જેથી રોગને સમયસર અટકાવી શકાય.
તો ચાલો જાણીએ નખનો કયો રંગ કઈ બીમારી સૂચવે છે.
1. ચમકરહિત અને શુષ્ક થવા
જો નખમાં ચમક ન હોય, શુષ્ક થઈ ગયા હોય તો એ થાઇરોઇડ જેવી સમસ્યાથી પીડિત થવાની નિશાની હોઈ શકે છે. સૂકા અને નબળા નખ એ ઇન્ફેક્શનની નિશાની છે.
2. સફેદ નખ
જો નખ સફેદ થવા લાગે છે, તો હિપેટાઇટિસ અથવા લીવરની બીમારી થઈ શકે છે.
3. કરમાય ગયેલા નખ
જો નખ કરમાઈ ગયા હોય તો એ એનિમિયા, હૃદયનો હુમલો, યકૃતરોગ અને કુપોષણની નિશાની હોઈ શકે છે.
4. પીળા નખ
ફંગલ ઇન્ફેક્શન પીળા નખનું સૌથી મોટું કારણ છે. ગંભીર ઇન્ફેક્શનમાં નખ ખૂબ પાતળા થવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં પીળા નખ થાઇરોઇડ, ફેફસાં અને ડાયાબિટીસની નિશાની બની શકે છે.
5. આછો વાદળી
જો નખનો રંગ આછો વાદળી થઈ ગયો હોય, તો એનો અર્થ એ છે કે શરીરને પૂરતો ઑક્સિજન મળતો નથી. તે ફેફસાં અને હૃદયની સમસ્યા તરફ ઇશારો કરે છે.
6. સફેદ નખના ઉપરના ભાગમાં ગુલાબી રેખા
જો તમારા નખના ઉપરના ભાગમાં ગુલાબી રેખા દેખાય છે, તો તે શરીરના કેટલાક ગંભીર રોગ, હૃદયરોગ, ગંભીર ઇન્ફેક્શન વગેરે સૂચવે છે.
નવલી નવરાત્રીના ચોથે નોરતે કરો માતા કુષ્માંડાની પૂજા-અર્ચના, લગાવો આ ભોગ..
7. નખમાં આકા પડવા
આ વિટામિન બી, બી-12, ઝિંકની ઊણપ સૂચવે છે.
8. વાદળી નખ
હૃદય, ફેફસાંમાં ઑક્સિજનના અભાવના સંકેતો છે.
9. નખ જાડા થવા
જો નખની જાડાઈ અસામાન્ય રીતે વધવા લાગે અથવા તેમનું પડ ઘટ્ટ થવા લાગે તો એ ઘણા રોગોની નિશાની બની શકે છે. એ ડાયાબિટીસ, ફેફસાંના ઇન્ફેક્શન અને સંધિવાની નિશાની હોઈ શકે છે.
10. વળાંકવાળા નખ
જે લોકો વળાંકવાળા નખ ધરાવે છે, તેમને કુટુંબમાંથી વારસાગત આનુવંશિક સમસ્યા હોઈ શકે છે. એ યકૃત સંબંધિત સમસ્યાઓ અથવા હાઈપોક્રોમિક એનિમિયાની નિશાની હોઈ શકે છે.