ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જણાયું છે કે જે લોકો કંટાળો દૂર કરવા માટે મોબાઇલ ગેમ્સ રમે છે, તેમને આ વસ્તુની લત લાગી શકે છે. કૅનેડાની વૉટરલુ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા આ રિસર્ચનું તારણ ‘કમ્પ્યુટર ઇન હ્યુમન બિહેવિયર’ નામના એક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંશોધકોનું તારણ છે કે જે લોકો વાસ્તવિક વાતાવરણમાં ભળી ન શકતા હોય અથવા એકાગ્ર ન હોય તેવા લોકો જુદો ‘પ્રવાહ’ શોધતા હોય છે. જેથી તેઓ સમય અને સ્થાનનું ભાન ભૂલી જાય અને પોતાની મસ્તીમાં રહે.
સંશોધકોએ ૬૦ લોકો પર આ અભ્યાસ કર્યો હતો, જેમાં આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોને ફૅમસ મોબાઇલ ગેમ કૅન્ડી ક્રશ રમાડવામાં આવી હતી. આ લોકોને ગેમના ૭૭થી ૩,૩૦૭ વચ્ચેના આસાનથી અઘરા લેવલ રમાડવામાં આવ્યા હતા. જેમાં જણાયું કે તેમની સાથેના 60સહભાગીઓ ખૂબ સરળથી વિવિધ મુશ્કેલ સ્તર પર રમ્યા હતા, જેનો અર્થ છે કે ત્યાં કુશળતા અને સંતુલનનો અભાવ અને ઉત્તેજનાથી શરૂ કરીને ખેલાડીઓને રમત રમવાના કૌશલ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું અને અઘરી બનતી જતી ગેમનો પડકાર ઝીલવાનો હતો.
શૉકિંગ! ભારે વરસાદથી આ રાજ્યમાં ભેખડ ધસી પડતાં ટ્રેન દબાઈ માટીના ઢગલામાં; જાણો વિગત
ઉલ્લેખનીય છે આ લોકો ગેમ રમવામાં એટલા બધા મશગૂલ થઈ ગયા હતા કે આજુબાજુનું પણ તેમને ભાન રહ્યું ન હતું અને તેમનો કંટાળો પણ દૂર થયો હતો. આ પ્રયોગ બાદ શોધ કરનારાઓનું માનવું છે કે જે લોકો માત્ર મોજ ખાતર ગેમ રમે છે તેમને કોઈ અસર થતી નથી, પરંતુ ગેમથી પોતાનો કંટાળો દૂર કરવા માગતા લોકોને આની લત પણ લાગી શકે છે.