ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
દુબઈના શાસક, શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમનેએ તેની પત્ની રાજકુમારી હયાથી તલાક લીધા છે. આ તલાક કિંગને 5500 કરોડમાં પડ્યા છે. યુકેની એક અદાલતે શેખ મોહમ્મદને છૂટાછેડાના વળતરના રૂપમાં પૂર્વ પત્ની અને તેમના બાળકોને 55 કરોડ પાઉન્ડની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ છૂટાછેડાને બ્રિટિશ ઈતિહાસના સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક માનવામાં આવે છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, લગભગ 16 વર્ષ સુધી લગ્નના બંધનમાં બંધાયા પછી, તે વર્ષ 2018 માં દુબઈ છોડી અને ગુપ્ત રીતે તેના બાળકો સાથે લંડન ભાગી ગઈ હતી. પ્રિન્સેસ હયા દુબઈ છોડીને ઘણા વર્ષોથી બ્રિટનમાં રહે છે. દુબઈના શાસકે ફેબ્રુઆરી 2019માં પ્રિન્સેસ હયાને જાણ કર્યા વિના શરિયા કાયદા હેઠળ છૂટાછેડા આપી દીધા હતા. આ પછી પ્રિન્સેસ હયાએ બાળકોની કસ્ટડીને લઈને યુકેની કોર્ટમાં કેસ કર્યો અને નિર્ણય હયાના પક્ષમાં આવ્યો.
ઓમિક્રૉનની દહેશત! વિશ્વના આ દેશમાં કોરોનાની 5મી લહેરની શરૂઆત, ચોથા ડોઝની તૈયારીઓ શરૂ; જાણો વિગતે
લંડન હાઈકોર્ટે કહ્યુ કે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમને પોતાની છઠ્ઠી પત્ની રાજકુમારી હયા બિંત અલ હુસૈનને 22.15 કરોડ પાઉન્ડની ચુકવણી કરવી પડશે. આ સિવાય તેમના બાળકો 14 વર્ષીય અલ ઝલીલા અને નવ વર્ષીય ઝાયદને 29 કરોડ પાઉન્ડની બેંક ગેરંટી હેઠળ ચુકવણી કરવી પડશે. તેવામાં કુલ રકમ 55 કરોડ પાઉન્ડ થાય છે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે બાળકોને પ્રાપ્ત થનારી કુલ રકમ 29 કરોડ પાઉન્ડથી વધુ કે ઓછી હોઈ શકે છે. આ વિભિન્ન પાસા પર નિર્ભર કરે છે કે જેમ કે તે કેટલા સમય સુધી જીવિત રહે છે અને શું તે પોતાના પિતાની સાથે સંબંધ સુધારે છે.
ઉલ્લેખનીય છે કે 72 વર્ષીય શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)ના વડાપ્રધાન પણ છે. ન્યાયાધીશ ફિલિપ મૂરે આ આદેશ આપ્યો છે. જોર્ડનના પૂર્વ રાજા હુસૈનની પુત્રી પ્રિન્સેસ હયા દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મકતુમની છઠ્ઠી પત્ની છે. 3 વર્ષની ઉંમરે હયાની માતાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. રાજકુમારી હયાએ ઓક્સફર્ડમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે 2004માં દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ સાથે લગ્ન કર્યા હતા.