ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
એક વાર જેને કોરોના થયો હોય ત્યારે પછી તે વ્યક્તિએ પોતાની ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. તેમાં પણ જો કોરોનાની સારવાર લઇ ચૂકેલા વૃધ્ધોએ બેફિકર થવાને બદલે ઇમ્યુનીટી વધારવાનો પ્રયાસ કરવો જોઇએ,એમ હમણાંના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે.
કોરોનાની સારવાર લઇને આવેલા 800 વૃધ્ધો પર સંશોધન કરાયું હતું. નવા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે વૃધ્ધોમાં એન્ટીબોડી ઓછી હોવાના કારણે તેમજ બીપી, ડાયાબીટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવી બીમારીને લઈ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેની સ્પીડ ખુબ વધારે હોય છે.
એક શોધ મુજબ સંક્રમીત થયા પછી સાજા થયેલા , પ્લાઝમા બેન્કમાં દાન કરવા આવેલા વૃધ્ધો પર આ અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં 800 ડોનરો પૈકી અર્ધા ભાગના એટલે કે 400 દાતાઓ અયોગ્ય જાહેર થયા હતા. ઉપરાંત પચાસમાં લોહીની ઉણપ જોવા મળી હતી. કેટલાકનું વજન ઓછું હતું અથવા તો તેઓ એચઆઇવીગ્રસ્ત હતા. 70 દરદીઓની કન્ટેન્ટ હિસ્ટ્રી હતી. પરંતુ ક્યારે આરટી-પીસીઆઇ પ્રક્રિયામાં પોઝિટિવ જણાયા ન હતા.
53 જણા એવા હતા તેમને સાજા થવાનો ત્રણ મહિના ઉપરનો સમય થયો હતો. 227 ડોનર એવા હતા જેઓ તમામ ધોરણો પર ખરા સાબિત થયા હતા, પરંતુ તેમના લોહીમાં એન્ટીબોડી જ નહતી .આવા ડોનરોમાં પચાસ વર્ષ કે તેથી મોટી વયના હતા. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે સાજા થયા પછી 12 થી 53 દિવસોની અંદર દરદીઓમાં રહેલું પ્લાઝમા એન્ટીબોડી પુરતું અને પ્રભાવી હોય છે.