ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
ફેસબુક ઈન્ડિયાની ગ્રોસ એડ રેવન્યુ ફાઈનાન્શિયલ વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૧ ટકા વધી ૯૩૨૬ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે નેટ રેવન્યુ ૨૨ ટકા વધી ૧૪૮૧ કરોડ રૂપિયા થઈ છે. જાેકે યર ઓન યર નેટ પ્રોફિટ ૬ ટકા ઘટી ૧૨૮ કરોડ રૂપિયા થયો છે. કંપનીએ આ અંગેની માહિતી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ઇર્ંઝ્ર)ને રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપી છે. ગૂગલ ઈન્ડિયાની એડ રેવન્યુ પણ વધી ૧૩,૮૮૭ કરોડ થઈ છે.
ગૂગલ ઈન્ડિયાએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને ગત મહિને એના રિઝલ્ટ વિશે માહિતી આપી હતી. ગુૂગલ ઈન્ડિયાની યર ઓન યર એડવર્ટાઈઝમેન્ટ રેવન્યુમાં ફેસબુકની સરખામણીમાં ૨૧.૪ ટકાનો વધારો નોંધાયો છે, જે વધીને ૧૩,૮૮૭ કરોડ રૂપિયા થઈ છે. કંપનીનો ભારતનો યર ઓન યર નેટ પ્રોફિટ ૩૮ ટકા વધી ૮૦૮ કરોડ રૂપિયા થયો છે, જ્યારે કંપનીની કુલ યર ઓન યર આવક ૧૪ ટકા વધીને ૬,૩૮૬ કરોડ રૂપિયા થઈ છે. બંને કંપનીની ગ્રોસ એડર્ટાઈઝમેન્ટ રેવન્યુ વધીને ૨૩,૨૧૩ કરોડ રૂપિયા થઈ છે.
ફાઈલિંગના જણાવ્યા મુજબ, ફેસબુક ઈન્ડિયાએ ગત વર્ષે સરકારને ૫૧૮ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. એ કંપનીને થયેલી ગ્રોસ એડ રેવન્યુના ૬ ટકા છે. ફેસબુક ઈન્ડિયા અને ગૂગલ ઈન્ડિયા દ્વારા ભારતની ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ કરવામાં આવી છે અને એને પરિણામે કંપનીની કુલ રેવન્યુ પણ વધી રહી છે. એને પગલે કંપનીની આવક સતત વધી રહી છે.
ભારતમાં ઓનલાઈન અને ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ દ્વારા સૌથી વધુ કમાણી ફેસબુક ઈન્ડિયા અને ગૂગલ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે, એટલે કે કુલ માર્કેટના ૭૫-૮૦ કમાણી આ બંને કંપની કરે છે. ગૂગલ અને ફેસબુક ભારતમાં જાહેરાતના રિસેલર મોડલ પર કામ કરે છે, એટલે કે તે જે-તે કંપનીના યુએસ ખાતે આવેલા હેડક્વાર્ટર દ્વારા ઈન્વેન્ટરી ખરીદે છે અને પછી એ જાહેરાતની જગ્યાને ભારતમાં પોતાના ગ્રાહકને વેચે છે. આ માટે તે પોતાની ગ્રોસ એડ રેવન્યુનો શેર ગ્લોબલ સબસિડિયરીને પે કરે છે, જેની પાસેથી તેણે એડની સ્પેસ ખરીદી હોય છે.
સ્વાસ્થ્ય જાણકારી: જીભના રંગથી જાણો સ્વાસ્થ્યની સ્થિતિ, આ રોગો નો હોઈ શકે છે સંકેત; જાણો વિગત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેસબુક ઈન્ડિયા તેની ગ્રોસ એડ રેવન્યુના લગભગ ૯૦ ટકા ગ્લોબલ સબસિડિયરીને ચૂકવે છે, જ્યારે ગૂગલ ઈન્ડિયા ૮૭ ટકા ચૂકવે છે. ગત વર્ષની વાત કરીએ તો ભારતમાંથી ફેસબુક ઈન્ડિયાની નેટ એવર્ટાઈઝમેન્ટ રિસેલર રેવન્યુ, ગ્લોબલ સબસિડિયરીને ચુકવણી પછી ૨૨ ટકા વધી ૬૩૭ કરોડ રૂપિયા રહી હતી, જ્યારે ગૂગલ ઈન્ડિયાએ ૧૨,૨૬૨ કરોડ રૂપિયાની ચુકવણી ગૂગલ એશિયા પેસિફિક પીટીઈને કરી હતી, જેની પાસેથી તે જાહેરાત માટેની જગ્યા ખરીદે છે.
આ અંગે મેટાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ભારતે ડિજિટલ માધ્યમો અપનાવતાં કંપનીની ગ્રોસ એડ રેવન્યુ વધી છે. દેશમાં હાલ ખરીદી માટે પણ ગ્રાહકો મોટા પ્રમાણમાં ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરે છે. આ સિવાય વિવિધ બિઝનેસ અને બ્રાન્ડ્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં ડિજિટલ માધ્યમો પર જાહેરાત આપવાની અગ્રિમતા અપાઈ રહી છે