પશ્ચિમ રેલવે દ્વારા વાપી-ઉદવાડા અને નવસારી-મરોલી વચ્ચે પુલ નવા એપ્રોચ નવા મજબૂતીકરણ માટે તવા. 28 અને 29મી મવાચ્ચનવા રોજ બ્લોક હોવાથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોને અસરથનાર હોવાથી ટ્રેનો મોડી પડશે.
પશ્ચિમ રેલ્વે દ્વારા, પુલના એપ્રોચના કામને મજબૂત કરવા માટે જિયો સેલ દ્વારા વાપી-ઉદવાડા સેક્શનમાં બ્રિજ નંબર 288 અને નવસારી-મરોલી સેક્શનમાં બ્રિજ નંબર 400 માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક મંગળવાર, 28 માર્ચ, 2023 ના રોજ, બ્રિજ નંબર 400 માટે 12.05 કલાકથી 16.35 કલાક સુધી અને બ્રિજ નંબર 288 માટે 12.55 કલાકથી 17.25 કલાક સુધી લેવામાં આવશે. આ સાથે, બુધવાર, 29 માર્ચ, 2023 ના રોજ બ્રિજ નંબર 288 માટે 09.15 કલાકથી 13.45 કલાક સુધી અને બ્રિજ નંબર 400 માટે 10.20 કલાકથી 14.50 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો રેગ્યુલેટ તથા શોર્ટ ટર્મિનેટ થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
28 માર્ચ 2023ના રોજ રેગ્યુલેટ થનારી ટ્રેનો:
1. 27 માર્ચ, 2023ની ટ્રેન નંબર 22195 વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસને 4 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
2. 28 માર્ચ, 2023ની ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
3. 27 માર્ચ, 2023ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 2 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : લીંબુએ દાંત કર્યા ખાટા, ગરમીનો પ્રકોપ વધતાં માંગ અને ભાવમાં થયો વધારો.. જાણો કેટલા વધ્યા..
29 માર્ચ 2023ના રોજ રેગ્યુલેટ થનારી ટ્રેનો:
1. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
29 માર્ચ 2023 ના રોજ શોર્ટ ટર્મિનેટ થતી ટ્રેનો:
1. ટ્રેન નંબર 09085 બોરીવલી – વલસાડ વાપી સ્ટેશન પર ટૂંકી ઉપડશે.
2. ટ્રેન નંબર 09159 બાંદ્રા ટર્મિનસ – વાપીને ભીલાડ સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે.
3. ટ્રેન નંબર 09144 વાપી-વિરાર શટલ વાપી-ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
મુસાફરોને ઉપરોક્ત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે.