News Continuous Bureau | Mumbai
પંજાબ(Punjab)ના ફિરોઝપુર જિલ્લા(Firaozpur)ના કેન્ટ વિસ્તારમાં પોલીસે લગ્નના નામે છેતરપિંડી (fraud marriage)કરતી ગેંગને પકડી પાડી છે. એક મંદિરમાં લગ્ન દરમિયાન પંડિતે દુલ્હન(Bride)નું આધાર કાર્ડ માંગ્યું તો તેણે કહ્યું કે, ગઈ કાલે મેં આ જ આઈડીથી છોકરીના લગ્ન કરાવ્યા છે. આ પછી જ્યારે પંડિતે બીજું આઈડી માંગ્યું તો દુલ્હન સાથે આવેલા સંબંધીઓ ભાગી ગયા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દુલ્હનની સાથે અન્ય કેટલાક લોકોને પણ પકડી લીધા. પોલીસે કુલ ૭ લોકો સામે ગુનો નોંધ્યો છે.
નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ફતેહાબાદ(Fatehabad)ના રહેવાસી રવિના લગ્ન માટે તેના પરિવારના સભ્યો છોકરી શોધી રહ્યા હતા. એક અહેવાલ મુજબ, આ દરમિયાન તેને એક વચેટિયા મળ્યો. તેણે છોકરાના મામાને કહ્યું કે, ફિરોઝપુરમાં એક છોકરી છે, જેને જોઈને તમે લગ્ન કરવાનો વિચાર કરી શકો છો. આ પછી છોકરો અને તેના મામા બંને ફિરોઝપુર પહોંચ્યા. ત્યાં તેની મુલાકાત દીપા નામની મહિલા સાથે થઈ. વાત કર્યા બાદ બંનેએ દીપાના આઈડી પ્રુફ પણ જોયા અને પછી લગ્નની વાત ફાઈનલ થઈ ગઈ.
આ સમાચાર પણ વાંચો : બ્લેડ-પથ્થર અને ચાંદી ના વરખ બાદ સામે આવ્યો ઉર્ફી જાવેદનો નવો અવતાર-ટેપ વડે શરીર પર ફૂલો ચોંટાડીને બનાવ્યું ટોપ-જુઓ વિડીયો
આ પછી, રવિના પરિવારના સભ્યોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી અને ઘરેણાં પણ ખરીદ્યા. તો યુવતીના પક્ષના લોકો મંદિરે પહોંચી ગયા હતા. જ્યારે મંદિરમાં લગ્નની વિધિઓ(wedding ceremonies) શરૂ થઈ ત્યારે પૂજારીએ યુવતીનું આધાર કાર્ડ માંગ્યું. જ્યારે યુવતીની સાથે આવેલા કથિત સંબંધીઓએ તારા અરોરાના નામનું આધાર કાર્ડ બતાવ્યું ત્યારે પૂજારીએ જણાવ્યું કે ગઈકાલે આ જ આઈડીથી તેમણે એક યુવતીના લગ્ન કરાવ્યા છે. આ પછી પૂજારીએ આગલા દિવસે થયેલા લગ્નના પુરાવા પણ બતાવ્યા. જ્યારે પંડિતે યુવતી પાસેથી રિયલ આઈડી પ્રૂફ માંગ્યા તો તેની સાથે રહેલા લોકો ભાગી ગયા. સાથે જ શંકા વધવા લાગી તો પોલીસને જાણ કરવામાં આવી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરી.