News Continuous Bureau | Mumbai
મીઠાઈ, સ્નેક્સ અને નમકીન જેવી ખાદ્ય પદાર્થ વેચનારી જાણીતી કંપનીને તાજેતરમાં ગ્રાહકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. આ કંપનીએ ઉપવાસના ખાદ્ય પેકેટ પર ઉર્દુ ભાષામાં વર્ણન કરતું લખાણ લખ્યું છે, તેનાથી સોશિયલ મીડિયા પર કંપની પર લોકો તૂટી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ કંપની વિરુદ્ધ ટ્રેન્ડ ચાલુ કરી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : કર્ણાટકમાં હિજાબ બાદ હવે મસ્જિદના ભુંગળાને લઈને કર્ણાટક સરકારે લીધો આ નિર્ણય.. જાણો વિગતે
સોશિયલ મીડિયા પર હલ્દીરામ કંપનીના એક પેકેટનો ફોટો વાયરલ થયો છે. ઉપવાસના પદાર્થ પર ઉર્દુ ભાષામાં લખવામાં આવ્યું હોવાનું ફોટો પરથી દેખાય છે. આ પેકેટ પર હિન્દી અને ઈંગ્લિશને બદલે ઉર્દુમાં લખાણ હોવાથી લોકો કંપની પર તૂટી પડ્યા છે.
ઉપવાસના આ ખાદ્ય પદાર્થમાં એવા તો કયા પદાર્થ મિક્સ કરવામાં આવે છે કે ગ્રાહકો જાણી ના શકે એવા સવાલ પણ સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે. એટલું જ નહીં પણ કંપનીને બોયકોટ કરવાની માગણી પણ સોશિયલ મીડિયા પર લોકો કરવા માંડ્યા છે. તેમ જ કંપનીને માફી માગવાનું પણ કહેવામાં આવ્યું છે.