News Continuous Bureau | Mumbai
આઝાદીના 75મા વર્ષની ઉજવણી(Independence day celeberation) નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mohotsav) ઉજવણીના ભાગરૂપે સરકાર હર ઘર તિરંગાની ઝુંબેશ(Har Ghar Triranga Campaign) હાથ ધરી છે. જે હેઠળ 13થી 15 ઓગસ્ટ સુધી દરેકને પોતાના ઘરે તિરંગો લહેરવાની અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) કરી છે. તેમ જ 12થી 15 ઓગસ્ટ સુધી સોશિયલ મીડિયા(Social media) પર ડીપીમાં(DP) તિંરગો(Flag) રાખવા કહ્યું છે.
તમે પણ જો આ ઝુંબેશનો ભાગ બનવા માંગતા હો અને તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા(Hoisting national flag at home) માંગતા હો તો રાષ્ટ્રધ્વજને લઈને અમુક નિયમો છે. તેનું પાલન કરવાનું રહેશે.
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના(Flag Code of India) ક્લોઝ 2.1 મુજબ રાષ્ટ્રધ્વજની ગરિમા(Dignity of the National Flag) અને સન્માન સાથે સુસંગત જળવાઈ રહે તે મુજબ સામાન્ય જનતા, ખાનગી સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજના પ્રદર્શન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
કોડમાં એમ પણ કહેવામાં આવ્યું છે તે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને પહેલી વખત ગુના માટે દંડ થઈ શકે છે.
26 જાન્યુઆરી, 2002ના રોજ ભારતીય ધ્વજ સંહિતા અમલમાં આવી તે પહેલાં. રાષ્ટ્રધ્વજના પ્રદર્શન માટેના નિયમોમાં ધ એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ અધિનિયમ(The Emblems and Names Act), 1950 અને રાષ્ટ્રીય સન્માનના અપમાનને(Insult of national honour) રોકાવની જોગવાઈ દ્વારા સંચાલિત હતા
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે- પશ્ચિમ રેલવેએ આ બે ટ્રેનોની ફ્રિકવન્સી વધારી
કોઈ પણ નાગરિક નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) ના કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્રએ તાજેરમાં ફ્લેગ કોડમાં(flag code) બે મોટા સુધારા કર્યા છે.
20 જુલાઈ, 2022ના રોજ કેન્દ્રએ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં સુધારો કર્યો તે મુજબ રાષ્ટ્રધ્વજ ખુલ્લામાં અથવા જાહેર જનતા કોઈના પણ ઘરે ફરકાવી શકાશે અને તે માટે દિવસ અને રાત ફરકાવવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ તિરંગોમાત્ર સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જ ફરકાવી શકાતો હતો.
30 ડિસેમ્બર, 2021ના અગાઉના સુધારામાં સરકારે હાથથી કાંતેલા, હાથથી વણેલા અને મશીનની બનેલા ધ્વજ બનાવવા માટે કપાસ, ઊન, રેશમ અને ખાદી સિવાય પોલિએસ્ટર નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. અગાઉ તિરંગા માટે ફક્ત ખાદીનો ઉપયોગ કરીને હાથેથી બનાવવામાં આવતો હતો.
નિયમ મુજબ જ્યારે પણ તિરંગો ફરકાવવા માં આવે ત્યારે તે સન્માનીય સ્થિતિમાં હોવો જોઈએ અને સ્પષ્ટ રીતે દેખાઈ તે રીતે હોવો જોઈએ. ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલ ધ્વજને ફરકાવી ના શકાય. ધ્વજ ઊંધો રાખીને ફરકાવી ના શકાય. એટલે કે કેસરી રંગની પટ્ટી હંમેશા ઉપર હોવી જોઈએ. અન્ય કોઈ પણ ધ્વજ તિરંગા કરતા ઉતો અથા તેની ઉપર અને તેની બાજુમાં રાખવો નહીં. ફ્લેગમાસ્ટ કે જેના પર ધ્વજ લહેરાવવા માં આવે છે, તેના ઉપર ફૂલ, માળા અને પ્રતીક સિવાય અન્ય કોઈ પણ વસ્તુ મૂકવી નહીં. ધ્વજનો ઉપયોગ કોઈપણ રીતનો શણગાર કરવા માટે કરવો નહીં. રાષ્ટ્રધ્વજને જમીન કે પાણીને ટચ થવો જોઈએ નહીં. ત્રિરંગાનો ઉપયોગ કોસ્ચ્યુમ અથવા યુનિફોર્મમાં કરવો નહીં. ગાદી, રૂમાલ નેપકીન, અંડરગાર્મેન્ટ્સ અથવા કોઈ પણ ડ્રેસ સામગ્રી અથવા છાપવામાં તેનો ઉપયોગ કરી શકાય નહીં. ધ્વજ પર કોઈ અક્ષર ના હોવો જોઈએ અને તેનો ઉપયોગ કોઈ પણ વાહનની પાછળ અથવા ગમે ત્યાં ન હોવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- દિલ્હીમાં ટપાલીઓ ફેરિયા બન્યા- સરકારી આદેશને કારણે આ વેચી રહ્યા છે