ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
ક્રિકેટની દુનિયાના હેપ્પી કપલમાંથી એક એટલે હાર્દિક અને નતાશા. જ્યારથી હાર્દિક અને નતાશાની સગાઇ થઇ છે ત્યારથી અત્યાર સુધી કપલ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આજે હાર્દિક પંડ્યા અને નતાશા માતા પિતા બન્યા છે. તેમની પત્ની અભિનેત્રી નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકે તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના ચાહકો સાથે નવજાત શિશુની તસવીરો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબરી આપી છે. જોકે હાર્દિકે શેર કરેલા ફોટામાં તેમના પુત્રનો ચહેરો દેખાઈ રહ્યો નથી.
હાર્દિકના પહેલા સંતાનના જન્મના સમાચાર મળ્યા પછી હવે ચાહકો એ બાબત માટે જ ઉત્સાહિત છે કે હવે તેઓ પોતાના બાળકનું નામ શું રાખશે. જો કે અત્યાર સુધી આ વાતની માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સાથે ગત જાન્યુઆરીમાં સગાઇ કરી હતી અને કોરોનાને કારણે લાગુ દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા હતા. ક્રિકેટ અને મનોરંજન જગતમાંથી પણ અનેક લોકોએ હાર્દિક પંડ્યા અને નતાશાને પેરેન્ટ્સ બનવાની શુભેચ્છાઓ આપી છે. આ સાથે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના ચાહકો પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com