News Continuous Bureau | Mumbai
આપણી દુનિયા અને અવકાશમાં(space) પણ અનેક રહસ્યો ઘરબાયેલા છે. દુનિયામાં રોજ કોઈને કોઈ દેશમાં ઉડતી રકાબીને યુએફઓ જોવાના દાવા લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. તો પૃથ્વીની માફક જ અન્ય ગ્રહો(planets) પર પણ જીવસૃષ્ટિ (ecosystem) હોવાનો દાવો થઈ રહ્યો છે. વર્ષોથી વૈજ્ઞાનિકો(scientists) પણ પરગ્રહના એલિયન(Aliens from the planet) સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે. ત્યારે એલિયન દ્વારા પૃથ્વી પર સિગ્નલ(signal) મોકલવામાં આવ્યા હોવાનો ચોંકાવનારા અહેવાલ આવ્યા છે.
પરગ્રહવાસી એલિયન દ્વારા આપણી પૃથ્વી સાથે સંપર્ક કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોને અવકાશના એક ખૂણામાંથી સતત સિગ્નલ મળી રહ્યા છે. તે એક પ્રકારના રેડિયો સિગ્નલ (Radio signal) છે. એક અહેવાલ મુજબ 82 કલાકમાં 1863 સિગ્નલ મળ્યા છે.
વૈજ્ઞાનિકો દ્વારા રેડિયો ટેલિસ્કોપથી 91 કલાકની તેના પર નજર રાખવામાં આવી રહી છે. સાયન્સ એલટર્(Science Alter) મુજબ આકાશમાંથી આવી રહેલા રેડિયો સિગ્નલને રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. આ રેડિયો સિગ્નલ સામાન્ય ફાસ્ટ રેડિયો બર્સ્ટથી(normal fast radio bursts) અલગ છે. આ સિગ્નલ પૃથ્વીથી બહુ દૂર આવેલી એક ગેલેક્સીથી (Galaxy) આવી રહ્યા છે. જે જગ્યાથી સિગ્નલ સતત આવી રહ્યા છે, તેનું નામ વૈજ્ઞાનિકોએ FRB20201124A જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- બાળકોના મગજ ને કમ્પ્યુટર જેવું તેજ બનાવવા માટે આજે જ તેમના આહારમાં સામેલ કરો આ ખોરાક-જાણો તે ખોરાક વિશે
આકાશથી આવતા રેડિયો સિગ્નલ માટે દુનિયાના અલગ અલગ દેશોમાં રેડિયો એન્ટેના લગાવવામાં આવ્યા છે. જેની મદદથી આવા રેડિયો સિગ્નલ પકડવામાં આવે છે. આ રેડિયો સિગ્નલ ચીનના ફાઈવન હન્ડેડ મીટર અપર્ચર સ્ફેરિકલ રેડિયો(Five Hundred Meter Aperture Spherical Radio) ટેલિસ્કોપથી પકડવામાં આવ્યા છે. ચીનની પેકિંગ યુનિવર્સિટી(Peking University) આ સિગ્નલ પર અભ્યાસ કરી રહી છે. ચીનના વૈજ્ઞાનિકો સાથે અમેરિકાના વૈજ્ઞાનિકો પણ અભ્યાસ માટે જોડાયા છે. તેમને અલગ અલગ વેવલેન્થના રેડિયો સિગ્નલ મળ્યા છે. તેઓ તપાસ કરી રહ્યા છે કે તેમાં એલિયન દ્વારા કોઈ મેસેજ તો મોકલવામાં આવ્યો છે શું?
અવકાશમાંથી મળી રહેલા આ રેડિયો બર્સ્ટ 0.2થી 3 સેકેન્ડના અંતરે મળી રહ્યા છે. આ રેડિયો બર્સ્ટની ઉર્જા 50 કરોડ સૂર્યની બરોબર છે. આવા ફાસ્ટ રેડિયો બર્સ્ટની શોધ 15 વર્ષ પહેલા થઈ હતી. 2020ની સાલમાં આપણી આકાશ ગંગામાથી પણ એક ફાસ્ટ રેડિયો બર્સ્ટ મળ્યો હતો. જોકે હાલમાં 82 કલાકમાં જે 1863 સિગ્નલ મળ્યા છે, તેના પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.