ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર
આપણામાંથી મોટા ભાગના ને ચા પીવી ગમે છે. આજે તમને ચાની અનેક વેરાયટી જોવા મળશે. તેમાંથી એક લીંબુ ની ચા છે.લેમન ટી, નામ સૂચવે છે તે લીંબુમાંથી બનેલી ચા છે. લેમન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ચાના શોખીન છો તો લેમન ટી તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.લીંબુમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે, જે પેટને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. લેમન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ, પોલીફેનોલ્સ અને વિટામીન સી જેવા તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. લેમન ટીમાં કેલરી નહિવત હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.તો આવો જાણીયે લેમન ટી પીવાના ફાયદા વિશે
1. લેમન ટીમાં ફ્લેવોનોઈડ્સ નામનું કેમિકલ જોવા મળે છે, જે ધમનીઓમાં લોહીને ગંઠાવા નથી દેતું, જેના કારણે હાર્ટ એટેકનો ખતરો ટાળી શકાય છે.
2. રોજ ખાલી પેટ લેમન ટી પીવાથી સ્થૂળતાની સમસ્યાને ઓછી કરી શકાય છે. લીંબુમાં કેલરીની માત્રા ઘણી ઓછી જોવા મળે છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
3. લેમન ટીમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે, અને લીંબુમાં પોટેશિયમની માત્રા મળી આવે છે, જે બ્લડ પ્રેશરને શ્રેષ્ઠ રીતે સંચાલિત કરવામાં મદદ કરી શકે છે.
4. લેમન ટી ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચાને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
5. જો તમે રોજ લેમન ટીનું સેવન કરો છો તો ગેસ, અપચાની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. લેમન ટીના સેવનથી પાચનતંત્રને મજબૂત બનાવી શકાય છે.
6. લીંબુને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે લેમન ટીનું સેવન કરી શકાય છે.
7. શરદી અને ફ્લૂ એ શિયાળાની ઋતુમાં સામાન્ય સમસ્યાઓમાંની એક છે. શરદી અને ફ્લૂથી રાહત મેળવવા માટે તમે મધ સાથે લેમન ટી પી શકો છો.
8. લેમન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેની સાથે તેમાં પોલીફેનોલ્સ અને વિટામિન સી પણ હોય છે, જે શરીરમાં કેન્સરના કોષોને બનતા અટકાવવામાં મદદ કરે છે.