News Continuous Bureau | Mumbai
ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે લસણ શરીર ને હેલ્ધી પણ બનાવે છે. લસણમાં ઘણા ઔષધીય ગુણ છુપાયેલા છે, જે આપણા સ્વાસ્થ્યને લાભ(health benefits)આપે છે. પ્રાચીન સમયથી લસણનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. પહેલા કોઈ પણ રોગ હોય ત્યારે દાદી-નાની પહેલા લસણ(garlic) ખવડાવતા, ખાસ કરીને શિયાળાના દિવસોમાં દરેક ભોજનમાં લસણ ઉમેરીને ખોરાક ને પકવવામાં આવતા. આ એટલા માટે છે કારણ કે લસણમાં સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક ગુણધર્મો છે. તેમાં ફોસ્ફરસ જેવા તત્વો નોંધપાત્ર માત્રામાં જોવા મળે છે, જે ઘણા રોગોની સારવારમાં અસરકારક છે.
– લસણ ખાવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે. આ પાચન પ્રક્રિયામાં સુધારો કરે છે. જેના કારણે પેટમાં કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યા નથી થતી. યોગ્ય પાચનક્રિયાને (Digestion)કારણે ઘણી બીમારીઓ જાતે જ દૂર થઈ જાય છે. રોજ ખાલી પેટ લસણ ખાવાથી શરીર ડિટોક્સ થાય છે અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. લસણ ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
– હૃદયના દર્દીઓ(heart patient) માટે પણ લસણ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. દરરોજ શેકેલું અથવા કાચું લસણ ખાવાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
– લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ(immunity) મજબૂત થાય છે. રોગો સામે લડવાની શક્તિ આવે છે. જે લોકો નિયમિત લસણ નું સેવન કરે છે તે સ્વસ્થ રહે છે.
– તે શ્વસનતંત્રને પણ મજબૂત બનાવે છે. શરદી, ઉધરસ અને કફની સમસ્યા નથી થતી. દરરોજ ખાલી પેટ લસણ ખાવાથી અસ્થમા અને ટ્યુબરક્યુલોસિસ(TB)જેવી બીમારીઓનું જોખમ ઓછું રહે છે. વરસાદ અને ઠંડીના દિવસોમાં લસણ વધુ ખાવામાં આવે છે, જેથી શરદીથી બચી શકાય છે.
– ખાલી પેટ લસણ ખાવાથી લોહીમાં શુગરનું(sugar level) સ્તર નિયંત્રણમાં રહે છે. તે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. ઘણા નિષ્ણાતો ડાયાબિટીસના કિસ્સામાં લસણ ખાવાની ભલામણ કરે છે. જો કે, ડૉક્ટરની સલાહ જરૂરી છે.
– દરરોજ લસણ ખાવાથી કિડની(kidney) અને સમગ્ર ઉત્સર્જન પ્રણાલી સારી રીતે કામ કરે છે. તેને ખાવાથી કિડનીમાં ઈન્ફેક્શનનો પણ કોઈ ખતરો રહેતો નથી.
– લસણમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે જે આંખોને(eyes) મજબૂત બનાવે છે અને તેની રોશની સુધારે છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી-આ ફૂલની ચા મહિલાઓ માટે છે વરદાન- નામ જાણીને તમે ચોંકી જશો