News Continuous Bureau | Mumbai
જો અચાનક જ તમારો કોઈ પાર્ટીમાં(party) જવાનો પ્લાન હોય અને તમારી પાસે પાર્લરમાં જવાનો સમય પણ ન હોય તો આવી સ્થિતિમાં મોટાભાગની મહિલાઓ પોતાના ચહેરાને નિખારવા માટે બ્લીચનો (bleach)સહારો લે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ બ્લીચમાં ઘણા પ્રકારના કેમિકલ(chemical) હોય છે. જે ચહેરાને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, ચહેરા પર દૂધ જેવો ગ્લો લાવવા માટે તમે માત્ર 3 વસ્તુઓ વડે કુદરતી બ્લીચ બનાવી ને આ ઘરેલુ રેસિપી અજમાવી શકો છો. આ બનાવવા માટે, તમારે સૂર્યમાં સૂકવેલી નારંગીની છાલ, લીંબુ અને થોડું દહીંનું બારીક મિશ્રણ ની જરૂર પડશે. આ ત્રણેયનું મિશ્રણ તમારા ચહેરાને ચમકદાર તો બનાવશે જ, સાથે જ તે તમારા ચહેરા પરથી ડાઘ-ધબ્બા પણ દૂર કરશે.
આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- નહાવાના પાણીમાં બસ નીચોવી દો લીંબુ નો રસ- ક્યારેય નહીં થાય ત્વચા સંબંધિત રોગો-જાણો તેના ફાયદા વિશે
નેચરલ બ્લીચ (natural bleach)બનાવવા માટે, સૌ પ્રથમ, એક બાઉલમાં એક ચમચી નારંગીની છાલનો પાવડર, લગભગ 1 ચમચી દહીં અને અડધુ લીંબુ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. મિશ્રણને એવી રીતે મિક્સ કરો કે તેમાં ગઠ્ઠો ન રહે. હવે તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો અને આ પેસ્ટને ચહેરા પર નીચેથી ઉપર સુધી લગાવો. આ પછી આ બ્લીચને ચહેરા પર સારી રીતે સુકાવા દો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ બ્લીચ સંપૂર્ણપણે કુદરતી છે અને તેની કોઈ આડઅસર નથી. તમે તેને અઠવાડિયામાં 2 થી 3 વખત ચહેરા પર લગાવી શકો છો.