ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
વીકએન્ડમાં લોનાવાલામાં જઈને વરસાદની મજા માણવા માગતા હો તો ભૂલી જજો. મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં આવતાં બ્રેક ધ ચેઇન હેઠળ નિયમોને ત્રણ દિવસ પહેલાં જ હળવા કરવામાં આવ્યા છે. જોકે એ પહેલાં જ મુંબઈગરાઓએ પોતાના માનીતા પર્યટનસ્થળ લોનાવાલામાં જવા માટે ધસારો કરી મૂક્યો હતો. એમાં તેઓ દંડાઈ ગયા હતા. પર્યટકોની ઊમટી રહેલી ભીડને જોકે કન્ટ્રોલમાં રાખવા હવે લોનાવાલા પોલીસે એન્ટ્રી અને એક્ઝિક્ટ પર ચેકિંગ વધુ સખત કરી દીધું છે.
મુંબઈથી લોનાવાલા ગયેલા મોટા ભાગના લોકો ઈ-પાસ લીધા વગર ત્યાં પહોંચી ગયા હતા. એટલું જ નહીં પણ કોવિડ-19ને લગતા નિયમોનું પણ ઉલ્લંઘન કરતા જણાઈ આવ્યા હતા. એથી સ્થાનિક પોલીસે આ પર્યટકોને ઈ-પાસ વગર લોનાવાલામાં પ્રવેશ કરવા બદલ દંડ્યા હતા. લોનાવાલા પોલીસે શનિવાર અને રવિવારના બે દિવસમાં ત્રણ લાખ રૂપિયાથી પણ વધુ દંડ આ લોકો પાસેથી વસૂલ કર્યો હતો.
હવે ગુગલ ને સરકાર સાથે વાંકુ પડ્યું. આ મામલે કેન્દ્ર સરકાર ની વિરુદ્ઘ માં કોર્ટ ના દરવાજા ખખડાવ્યા.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં જિલ્લાની અંદર પ્રવેશ કરવા માટે ઈ-પાસની જરૂર નથી, પણ આંતરજિલ્લા પ્રવાસ માટે ઈ-પાસ ફરજિયાત છે. છતાં મુંબઈથી લોકો ઈ-પાસ લીધા વગર જ લોનાવાલા પહોંચી ગયા હતા. જેમાં મોટા ભાગના પર્યટકોએ માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું નહોતું.