ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
હરિયાણાના રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહની તબિયત લથડતાં તેમને PGI રોહતકમાં દાખલ કરવામાં આવ્યા છે. રામ રહીમે પેટમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ તેને હૉસ્પિટલમાં ખસેડાયો છે. ગુરુવારે સવારે સાત વાગ્યે ચુસ્ત સુરક્ષા વચ્ચે રામ રહીમને જેલથી PGI લઈ જવામાં આવ્યો હતો.
ઉપલબ્ધ માહિતી મુજબ રામ રહીમ આ વખતે કોવિડ તપાસ કરવા સંમત થયો છે. તેણે કોવિડ ટેસ્ટ કરાવવાની ના પાડી હતી. રામ રહીમનું સીટી સ્કૅન PGI ખાતે કરાયું હતું, જેમાં પેટ અને હૃદયની તપાસ કરવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સામાન્ય છે અને તેને પાછો જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૨ મેના રોજ રામ રહીમને કોરોનાના ડરથી ભારે સુરક્ષા વચ્ચે રોહતક PGIમાં દાખલ કરાયો હતો. રામ રહીમને PGI લાવવા પહેલાં સુનારિયા જેલથી PGI સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે આ સમયે રામ રહીમને આ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.