News Continuous Bureau | Mumbai
IND vs SL: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 33મી મેચમાં ભારતે શ્રીલંકા (IND vs SL) ને ખરાબ રીતે હરાવ્યું હતું. મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો 302 રને વિજય થયો હતો. ભારતના બેટ્સમેનોની સાથે બોલરોએ પણ ઘાતક પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડી શુભમન ગિલે (Shubhman Gill) મેચ બાદ પ્રતિક્રિયા આપી હતી. શુભમને જણાવ્યું કે ડેન્ગ્યુ (Dengue) ને કારણે તેનું વજન ઘટી ગયું હતું. શુભમને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ના વખાણ કર્યા છે.
ટીમ ઈન્ડિયાની જીત બાદ શુભમને કહ્યું હતું કે, હું નર્વસ નથી થતો. હું મારી પોતાની શરતોથી શરૂઆત કરું છું, ડેન્ગ્યુને કારણે મારું 4 કિલો વજન ઘટી ગયું છે. હું સંપૂર્ણ રીતે ફિટ નથી.” તેની ઇનિંગ્સનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું, “મેં બોલરો પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો આપણે છેલ્લી મેચ છોડી દઈએ તો તમામ મેચોમાં અમને સારી શરૂઆત મળી હતી. આજે કેટલાક બોલ સ્વીંગ કરી રહ્યા હતા, મેં તે બોલ પર રન બનાવ્યા હતા. અમે સારું પ્રદર્શન કર્યું અને 350 રન બનાવ્યા હતા.
શુભમને 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી..
ભારતે શ્રીલંકા સામે 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમને 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે સદી ચૂકી ગયો હતો. શુભમને 92 બોલનો સામનો કરીને 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રન બનાવ્યા હતા. કોહલી અને શુભમન વચ્ચે શાનદાર ભાગીદારી બની હતી. શ્રેયસ અય્યરે પણ 82 રનની ઇનિંગ રમી હતી. તેણે 56 બોલનો સામનો કરીને 6 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ 35 રનનું યોગદાન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : 2000 Rupee Note Exchange: હાશ! 2000ની નોટ માટે હવે લાઇનમાં નહીં ઊભા રહેવું પડે, આ રીતે મોકલો RBI ઓફિસ, તમારે પણ બદલાવવી હોય તો રીત જાણી લો.. વાંચો વિગતે અહીં..
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમ 55 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. તેણે 5 ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.