385
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
ભારત દેશમાં ધનાઢયોની સંખ્યા વધી રહી છે.આવું દેશની જ એક આર્થિક સંસ્થા હુરુન ઇન્ડિયા ના આંકડા કહી રહ્યા છે. આ આંકડા પ્રમાણે ગત્ 2020માં દેશમાં એવા ૬.૩૩ લાખ પરિવારો નો ઉમેરો થયો છે કે જેમની વાર્ષિક બચત 20 લાખ કે તેથી વધુ છે.
હુરુનના રિપોર્ટ મુજબ આ ગોલ્ડન કોલરની કેટેગરીવાળા પરિવારોને ન્યુ મીડલ ક્લાસ નું બિરુદ આપવામાં આવ્યું છે. દેશમાં સૌથી વધુ ધનિક પરિવારો મહારાષ્ટ્રમાં અને સૌથી ઓછા મધ્યપ્રદેશમાં વસે છે.
રિપોર્ટના જ એક સર્વે અનુસાર આ શ્રીમંતો ફિક્સ ડિપોઝીટ, રિયલ એસ્ટેટ અને શેરબજાર પર પોતાની આવકનો મદાર રાખે છે. અને પ્રવાસના શોખીન, ફરવા માટે સ્વીઝરલેન્ડ અમેરિકા અને યુકે જેવા વિદેશના સ્થળોને પસંદ કરે છે જ્યારે પૈસા રોકાણ માટે સિંગાપુર યુએઇ કે અમેરિકાની કંપનીઓ પર ભરોસો રાખે છે.
You Might Be Interested In
