News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે(Western Railway)માં, ગુજરાત(Gujarat)ના અમદાવાદ ડિવિઝન(Ahemdabad division)માં 28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી આઠ ટ્રેનોને પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.
ડિવિઝનલ રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અમદાવાદ ડિવિઝન(Ahemdabad division)ની કેટલીક ટ્રેનોને પશ્ચિમ રેલવે દ્વારા શનિવાર, રવિવારના રોજ ઓપરેશનલ કારણોસર 28 ઓગસ્ટ 2022 સુધી રદ કરવામાં આવી હતી. તે હવે મુસાફરોના હિતમાં તાત્કાલિક અસરથી ફરી શરૂ(Resume) કરવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાન- રણમાં ભારતીય જવાનોએ ઊંટ સવારી સાથે તિરંગો ફરકાવ્યો- જુઓ અદભુત વિડીયો
ટ્રેન નં. 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નં. 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નં. 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
ટ્રેન નં. નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નં. 09483 મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશિયલ
ટ્રેન નં. 09484 પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ