News Continuous Bureau | Mumbai
એડમ હેરી ભારતનો પ્રથમ ટ્રાન્સ ટ્રેઈની પાઇલટ(Trans trainee pilot) છે. તેને બાળપણથી પાઈલટ બનવાનું નક્કી કરી લીધું હતું અને તે માટે તેણે ખૂબ મહેનતથી જરૂરી તાલીમ પણ લીધી હતી. તેની તાલીમ પછી તેણે કોમર્શિયલ જેટ(Commercial jet) ઉડવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનએ(Director General Civil Aviation) તેઓ હોર્મોન થેરાપી(Hormone therapy) હેઠળ હોવાના કારણે તેમને હંગામી ધોરણે ઉડાન માટે અસ્વસ્થ જાહેર કરતા મેડિકલ સર્ટિફિકેટ(Medical Certificate) નો ઇનકાર કર્યા પછી તેના સપનું તૂટી ગયું.
હવે, ૨૩ વર્ષીય પાઇલટ એડમ હેરીને(Adam Harry) ઝોમેટો(Zomato) માટે ફૂડ ડિલિવરી એજન્ટ(Food delivery agent) તરીકે કામ કરવાની ફરજ પડી છે. હેરી ૨૦૧૯માં ચર્ચામાં આવ્યો જ્યારે તે ભારતનો પ્રથમ ટ્રાન્સ ટ્રેઈની પાઇલટ બન્યો હતો.
જોકે ડીજીસીએ(DGCA) હવે કહે છે કે, જ્યાં સુધી તે હોર્મોન થેરાપી પર છે, ત્યાં સુધી તે ઉડાન માટે અનફિટ છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ એડમ હેરીએ તેનું પ્રાઇવેટ-પાયલોટ લાયસન્સ(Private-Pilot License) દક્ષિણ આફ્રિકાથી(South Africa) મેળવ્યું હતું અને બાદમાં તિરુવનંતપુરમમાં(Thiruvananthapuram) રાજીવ ગાંધી એકેડેમી ફોર એવિએશન ટેક્નોલોજીમાં(Rajiv Gandhi Academy for Aviation Technology) કોમર્શિયલ પાયલોટ લાયસન્સ માટે જાન્યુઆરી ૨૦૨૦માં નોંધણી કરી હતી. કેરળ સરકારના(kerala Govt) સમાજ કલ્યાણ વિભાગે(Social Welfare Department) એડમ હેરીને ફ્લાઈંગમાં કારકિર્દી બનાવવા માટે ફ્લાઈંગ ઈન્સ્ટિટ્યૂટમાં(Flying Institute) પ્રવેશ મેળવવામાં મદદ કરી. જન્મ સમયે હેરીને સ્ત્રી તરીકે માતાપિતાને સોંપવામાં આવી હતી. જોકે, હેરીએ દાઢી અને પુરુષ અવાજ જેવા શારીરિક ફેરફારો સાથે અધિકારીઓ સમક્ષ પોતાની જાતને ટ્રાન્સ મેન તરીકે ઓળખાવી.
આ સમાચાર પણ વાંચો : અરરર- વિમાનના ખોરાકમાંથી સાપનું માથું નીકળ્યું- વિડીયો વાયરલ
સ્ટુડન્ટ પાયલોટ લાયસન્સને(Student Pilot License) સુરક્ષિત કરવા માટે તેમણે તબીબી પરીક્ષણોમાંથી પસાર થવું જરૂરી હતું. પરંતુ હેરીને એક મહિલા તરીકે તેનું ફોર્મ સબમિટ કરવાની ફરજ પડી હતી કારણ કે DGCAના મેડિકલ તપાસ ફોર્મમાં(Medical Examination Form) ટ્રાન્સજેન્ડર(Transgender) માટે કોઈ વિકલ્પ નહોતો. વ્યાપક પરીક્ષણો પછી, એડમ હેરીને DGCAના દ્વારા લિંગ ડિસફોરિયા (જૈવિક લિંગ અને તેમની લિંગ ઓળખ વચ્ચે અસંગતતાને કારણે વ્યક્તિમાં અસ્વસ્થતા હોઈ શકે છે) ટાંકીને હંગામી ધોરણે અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. હેરી હાલમાં "ક્રોસ સેક્સ હોર્મોન થેરાપી" લઈ રહ્યો છે. અધિકારીઓએ હવે હેરીને તેની હોર્મોન થેરાપી પૂરી કરવા અને પછી મેડિકલ ટેસ્ટ માટે ફરીથી અરજી કરવાની સલાહ આપી છે.