News Continuous Bureau | Mumbai
ગત 3 ઓગસ્ટે ઇન્ડિગો(Indiigo airline)એ 16 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર ઈન્ડિગોએ તેના મુસાફરો(passangers)ની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ઈન્ડિગોએ જણાવ્યું કે, કંપની તેના વિમાનમાંથી બહાર નીકળવા માટે હવે બે નહીં પણ ત્રણ (Exit gate)દરવાજાની વ્યવસ્થા કરશે, જેથી મુસાફરો ઝડપથી વિમાનમાંથી બહાર નીકળી શકે. આનો અર્થ એ થયો કે બે રેમ્પને બદલે, ઇન્ડિગો હવે મુસાફરોના ડી-બોર્ડિંગ(D-boarding)ને ઝડપી બનાવવા માટે ત્રણ રેમ્પ(Ramp)નો ઉપયોગ કરશે.
આ સંદર્ભમાં, કંપનીએ કહ્યું છે કે, 'નવી પ્રક્રિયા હેઠળ, મુસાફરોને બહાર નીકળવા માટે બે દરવાજા આગળ અને એક દરવાજો પાછળ હશે. આ સાથે ઇન્ડિગો આ પ્રક્રિયાનો ઉપયોગ કરનારી વિશ્વની પ્રથમ એરલાઇન બનશે.
આ સમાચાર પણ વાંચો : સોમવારથી વેસ્ટર્ન રેલવેમાં ઠંડા ઠંડા કૂલ કૂલ- એસી લોકલના આઠ ફેરા વધશે- જાણો ટાઈમ ટેબલ અહીં
ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO), રોનોજોય દત્તાએ આ મામલે દિલ્હી એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે, ત્રણ એક્ઝિટ ગેટની વ્યવસ્થા દ્વારા મુસાફરોને કંપનીના પ્લેનમાંથી ઉતરવામાં પાંચથી છ મિનિટનો સમય બચશે. નોંધનીય છે કે બે-દરવાજા ઇવેક્યુએશન મિકેનિઝમ હેઠળ, A321 એરક્રાફ્ટને ખાલી કરવામાં સામાન્ય રીતે 13 મિનિટથી 14 મિનિટનો સમય લાગે છે. તે જ સમયે, ત્રણ એક્ઝિટ દરવાજા(Exit gate)ની વ્યવસ્થાને કારણે, મુસાફરોને વિમાન(Plane)માંથી બહાર નીકળવામાં માત્ર 7 થી 8 મિનિટનો સમય લાગશે. વધુ સીઈઓ દત્તાએ કહ્યું કે શરૂઆતમાં ઈન્ડિગો આ સિસ્ટમને બેંગ્લોર(Banglore), મુંબઈ(Mumbai) અને દિલ્હી(Delhi)માં લાગુ કરશે. પરંતુ બાદમાં ધીમે ધીમે તમામ એરપોર્ટ(Airport) પર તેનો અમલ કરવામાં આવશે.
નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી એરલાઈન ઈન્ડિગોને 1,064 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ઊંચા ભાવ તેમજ યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં નબળાઈને કારણે જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીને નુકસાન થયું હતું. આનાથી ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ખાધમાં 66.5 ટકાનો ઘટાડો થયો છે.