News Continuous Bureau | Mumbai
જુગાડના મામલામાં ભારતીયો નંબર વન પર છે. કેવી રીતે પોતાના કામને નિપટાવવું તે સારી રીતે જાણે છે. અહીં લોકો દરેક કામમાં જુગાડ શોધે છે અને એવું નથી કે જુગાડ કામ નથી કરતા. લોકોના જુગાડ આડેધડ કામ કરે છે. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે એક વ્યક્તિએ જુગાડની મદદથી રેલવે ટ્રેક પર જ ટ્રેક્ટર ચલાવ્યું.
बुलेट ट्रेन आ गयी क्या….? pic.twitter.com/mGB2fwoSZi
— Dinesh Kumar (@DineshKumarLive) March 12, 2023
સોશિયલ મીડિયા પર આજકાલ એવો જ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રેક્ટર પાટા પર દોડી રહ્યું છે. શરૂઆતમાં તો એવુ લાગે છે કે કદાચ ટ્રેકટર પાટાની વચ્ચેથી પસાર થઇ રહ્યું છે, પરંતુ વીડિયો પૂરો જોતા ખબર પડે છે કે ખરેખર ટ્રેકટર પાટા પર દોડી રહ્યું છે. તમે જોઇ શકો છો કે ટ્રેકટરની સાથે તેમાં ટ્રોલી પણ લગાવેલી છે. જેમાં પથ્થર પણ ભરેલા છે.
આ સમાચાર પણ વાંચો : દિયર હોય તો આવો. ગૃહ પ્રવેશ કરી રહેલી ભાભી માટે કર્યું કંઈક એવું કે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે.. જુઓ વિડિયો