સંભાજીનગર મહાનગર પાલિકાના સિદ્ધાર્થ પાર્ક ખાતે પ્રાણી સંગ્રહાલયમાં આઠ પીળા અને ત્રણ સફેદ પટ્ટા વાળા વાઘ વાઘણ ને રાખવામાં આવ્યાં છે. તેમાંથી કરિના નામની છ વર્ષની વાઘણની રવિવારથી તબિયત લથડતા તેને તેના પાંજરામાંથી બહાર કાઢીને ઝૂના પ્રાંગણમાં આવેલી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. તેના આહારમાં પણ બે દિવસથી ઘટાડો થયો છે. તેણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું છે. ત્યાર બાદ ગઈકાલે સવારે તેના લોહી અને પેશાબના નમૂના લેવામાં આવ્યા હતા
જ્યારે તેની તબિયત વધુ બગડી હોવાનું માલુમ પડતાં તરત જ ખડકેશ્વરની વેટરનરી હોસ્પિટલના તબીબોને બપોરે બોલાવવામાં આવ્યા હતા. તેઓએ કરીનાની હાલત તપાસી અને ત્યારબાદ તેની કોરોનાનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. દરમિયાન, કિડનીની બિમારીથી પીડિત કરીના વાઘણનું બુધવારે સવારે નિધન થયું હતું. આમ તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલાં જ વાઘણનું મોત થઈ ગયું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
 
			         
			         
                                                        