News Continuous Bureau | Mumbai
શું તમે સાંભળ્યું કે પછી કોઈ દિવસ જોયું છે કે કે તમારી કાર ધુમાડાને બદલે પાણી છોડી રહી છે? પણ આ શક્ય બન્યુ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે દેશની પહેલી ગ્રીન હાઈડ્રોજન આધારિત એડવાન્સડ ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ (FCEV)ને લોન્ચ કરી હતી.
ન્યુઝ એજેન્સીના કહેવા મુજબ બુધવારે દેશમાં ટોયોટા કિર્લોસ્કર મોટરની ટોયોટા મિરાઈને લોન્ચ કરવામાં આવી હતી. આ કારની ખાસ વાત એ છે કે કે તેનું સાયલેન્સર ધુમાડાને બદલે પાણી બહાર કાઢે છે. દેશની પ્રથમ ગ્રીન હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રિક વેહીકલ છે. તે પ્રથમ ગ્રીન હાઈડ્રોજન આધારિત FCEV છે. આ ઇલેક્ટ્રિક કારમાં હાઈડ્રોજન ચાજર્ડ બેટરી પેક છે.
આ સમાચાર પણ વાંચો : સસ્તામાં ઘર ખરીદનારા ઈચ્છુકો માટે સારા સમાચાર, મ્હાડાના આટલા ઘર માટે નીકળશે લોટરી.. જાણો વિગતે
કારના લોન્ચિંગ પ્રસંગે નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ વાહન શૂન્ય ઉત્સર્જન માટે શ્રેષ્ઠ ઉપાય છે, જે સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડરી છે. આવા વાહનોના સાયલેન્સરમાંથી પાણી સિવાય બીજું કોઈ ઉત્સર્જન થતું નથી. વિપુલ પ્રમાણમાં બાયોમાસ અને રિન્યુએબલ એનર્જીમાંથી ગ્રીન હાઈડ્રોજન પેદા કરી શકાય છે.
આ દરમિયાન કારનું ઉત્પાદન કરનારી કંપનીએ એવો દાવો કર્યો હતો કે ટોયોટા મિરાઈ સિંગલ ચાર્જ પર 650 કિલોમીટર સુધી જઈ શકે છે. તેને રિફ્યુઅલ કરવામાં માત્ર પાંચ મિનિટનો સમય લાગે છે.