News Continuous Bureau | Mumbai
જૈનોના ધાર્મિક સ્થળ એવા શેત્રુંજય તીર્થ સ્થળે(Shatrunjay Giriraj Jain Tirth) દેશભરમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. દરમિયાન પાલીતાણા(Palitana)ના શેત્રુંજય પર્વત(Shatrunjay Mountain) તથા ગિરિરાજની તળેટીમાં વનરાજો(Lion) લટાર મારતા જોવા મળ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શેત્રુંજય પર્વત(Shatrunjay Hill)ની જેસર (Jesar Revenue) પાલીતાણા ગારીયાધાર વિસ્તારમાં 15 જેટલા વનરાજો વિચરી રહ્યા છે. તાજેતરમાં જ વરસાદી વાતાવરણ(rainy season) વચ્ચે ભયંકર ગર્જના સાથે સિંહ પર્વતના યાત્રાળુઓના પગથિયાવાળો રસ્તો ક્રોસ કરીને તલાવડીમાં પાણી પીવા પહોંચી ગયો હતો. આ દરમિયાન અહીં હાજર એક યાત્રિકે તેનો વિડીયો ઉતારી આ અંગે તંત્રને જાણ કરી.
વન વિભાગ(forest department) દ્વારા વિડીયો મળ્યા બાદ આ અંગે તપાસ કરતા સિંહનું પગેરુ મળ્યું હોવાનું બિન સત્તાવાર પુષ્ટિ કરાઈ છે. આ ઉપરાંત પાલિતાણા અને જેસર પંથકમાં 14થી વધુ સિંહો આંટાફેરા કરતા હોવાનું જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી
ઉલ્લેખનીય છે કે પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન મોટાભાગના યાત્રાળુઓ ધર્મમાં નિષેધ હોવાથી યાત્રા કરતા નથી. પરંતુ તે સિવાય રોજના દોઢથી બે હજાર યાત્રાળુઓ પાલિતાણાની યાત્રા કરતા હોય છે.