મયુર પરીખ તરફથી.
ન્યુઝ કંટીન્યૂઝ,
7 એપ્રિલ 2021.
બુધવાર.
સરકારે લાદેલા મિની લોકડાઉન ને કારણે વેપારીઓ અને દુકાનદારોમાં ભારે આક્રોશ છે. આ આક્રોશ નું કારણ માત્ર વેપાર બંધ થવો એ નથી. પણ વેપારીઓ સાથે થઈ રહેલો અન્યાય છે. અન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉંચકવો એ દરેકની જવાબદારી છે.
સવાલ એ ઉભો થાય છે કે અન્યાય કઈ વાતનો? કોરોના રોકવો તે બધા ની જવાબદારી છે. તો પછી વિરોધ કઈ વાત નો?
આ પ્રશ્નનો ઉત્તર છે કે સરકાર જે પગલાં લઈ રહી છે તેમાં પરસ્પર વિરોધી ધોરણો સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે.
૧. સરકારને નિયમિત રૂપે પ્રોપર્ટી ટેક્સ, વીજળીનું બિલ, પાલિકા વેરો તેમજ અન્ય તમામ પ્રકારના ટેક્સ ભરનાર વેપારીઓની દુકાનો બંધ. જ્યારે બીજી તરફ રસ્તા પર ટોપલો લઈને ટ્રાફિકને અડચણ કરનાર ફેરિયાઓ નો વેપાર ચાલુ. આ તે ફેરિયાઓ છે જે સરકારી અધિકારીને હપતો ચૂકવે છે પરંતુ ભારત સરકારને ટેક્સ નથી આપતા. આ લોકો સરકાર ને વહાલા છે.
૨. તમામ કાયદા પાડવાની જવાબદારી વેપારીની પરંતુ તે કાયદાના પાલન માટે વેપારીને કશું આપવામાં આવતું નથી. બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં કોરોના ફેલાય નહીં તે માટે મફતમાં માસ્ક, સેનિટાઇઝર, અને અન્ય તમામ સુવિધાઓ આપવામાં આવે છે. આ એ ઝૂંપડપટ્ટીઓ છે જે સરકારી અથવા પ્રાઈવેટ જમીન ઉપર ગુંડારાજ થી બની બેઠેલી છે. આ સરકારોની વોટબેંક છે એટલે અહીં બધું જ મફત. જ્યારે કે દુકાનદારો દંડાશે.
૩. દુકાનદારોએ સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરવાનો. પછી ધંધો ચાલે કે નહીં તે કોઈ જોવા આવતું નથી. બીજી તરફ જે લોકો વીજળીના બીલ નથી ભરતા તેને કોરોના ના નામે સવલત આપવામાં આવી. કોના બાપની દિવાળી?
૪. દુકાનમાં કામ કરનાર કોઇ પણ વ્યક્તિ માસ્ક ન પહેરે તો તાત્કાલિક દંડ. જ્યારે કે લઘુમતી કોમના વિસ્તારમાં એટલે કે માલવણી, ભીંડી બજાર જેવા વિસ્તારમાં લોકો છડેચોક માસ્ક વગર ફરે તો કોઇ જ પગલાં નહીં.
૫. દુકાનદારો કોઈપણ જાતની ગુંડાગીરીના ચૂપચાપ મોઢે દંડની રકમ ભરી દે ત્યાં સુધી ઠીક. જો વિરોધ કરે તો પોલીસ કાર્યવાહી. પણ જ્યારે ઝૂંપડપટ્ટીમાં આવી કોઈ કાર્યવાહી કરવાની થાય ત્યારે લોકો રીતસરના પાલિકાના કર્મચારીઓ ને ધોઈ નાખે છે. ત્યારે શું? કયા પગલા લીધા?
આવી અનેક દલીલો થાય તેમ છે. જેમાં સરકારના પરસ્પર વિરોધી વલણ સ્પષ્ટ પણે દેખાય છે. હકીકત એ છે કે દુકાનદારો સુરક્ષાના તમામ પગલાં લે છે. કારણ કે સૌ પ્રથમ તેને પોતાના જાતની પોતાના પરિવારની અને પોતાના સ્ટાફની ચિંતા છે. જ્યારે કે રસ્તા પર બેસીને વેપાર કરનાર લોકો સરકારને ટેક્સ આપતા નથી, તેઓ મુંબઇ શહેરના મૂળનિવાસી પણ નથી, તેમજ કોઈ જીવે કે મરે તેની તેને કોઈ પરવાહ હોતી નથી. આવું હોવા છતાં પણ સરકાર અને સરકારી અધિકારીઓ તેમના પ્રત્યે કુણું વલણ ધરાવે છે. તેમને ગેરકાયદેસર ઘરથી માંડીને રસ્તા પર ગેરકાયદેસર દુકાન નાખવાની પરવાનગી આપે છે. જે વ્યક્તિઓએ ઘર ખરીદ્યા છે અને દુકાન ચલાવી રહ્યા છે તેમની ઉપર સરકારી વેરો નાખવામાં આવે છે અને પાબંદી મૂકવામાં આવે છે.
કોણ જાણે ક્યારે સરકાર જાગશે? ક્યારે વેપારીઓ અને સામાન્ય જનતાને ન્યાય મળશે.