ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
મનસુખ હિરેન ના શંકાસ્પદ રીતે થયેલા મૃત્યુ સંદર્ભે તપાસ કરી રહેલી મહારાષ્ટ્રની એટીએસ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ એનઆઇએ ને સોંપી દીધો હતો. જેના વિરોધમાં એટીએસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના સંદર્ભમાં થાણે કોર્ટે આજે ફેંસલો સંભળાવ્યો છે. પોતાના ચુકાદા માં થાણા ની કોર્ટે આ કેસ પુરાવા સાથે એન આઈએને સોંપવા કહ્યું છે. કોર્ટ ના આ ચુકાદા ને ઉદ્ધવ સરકાર માટે મોટા ઝટકા સમાન માનવામાં આવી રહ્યોં છે. કારણકે એટીએસ એ રાજ્ય સરકાર હેઠળ આવતી તપાસ એજંસી છે જ્યારે કે એનઆઈએ એ કેન્દ્ર સરકાર ની તપાસ એજન્સી છે.
મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા ની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર મનસુખ હિરેન ની હતી.મનસુખ હિરેન ની શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં,તેનો આરોપ પોલીસ ઓફિસર સચિન વાઝે પર લાગ્યો હતો.આ કેસમાં જ સચિન ની ધરપકડ થઈ હતી, અને વાઝે એટીએસની રિમાન્ડમાં હતા.
ખંડણી માટે પાંચ સીતારા હોટલ માં લાખો રુપીયા ના ખર્ચે રુમ બુક કરાવતો હતો વઝે. જાણો વિગત
મનસુખ હિરેન હત્યાકાંડમાં નવો વળાંક, જે ગાડી વાપરવામાં આવી હતી તે શું ભાજપના નેતાના નિકટવર્તી ની છે?