ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
ગીર સોમનાથ મંદિરમાં કોઈને પ્રવેશ આપવો નહીં એવી એક અરજી સ્થાનીક સ્તરે કરવામાં આવી છે. કોવિડ-19 ને કારણે 4 મહિનાથી સઘળું બંધ છે. દેશની સામાજિક, આર્થિક અને ધાર્મિક તમામ બાબતોમાં ખુબ જ વિપરિત અસર થઇ રહી છે. દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, આવી સ્થિતિ વચ્ચે શ્રાવણ માસને લઈ અચાનક મંદિરોમાં ભીડ વધતા કોરોનાનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
દેશના 12 જ્યોતિલિંગ પૈકીના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં પણ કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો શ્રાવણ મહિનાને લઈ અન્ય જિલ્લાઓમાંથી દર્શન કરવા આવી રહ્યાં છે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે ઘરે જ બેસો પરંતું માનતા જ ના હોવાથી, સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રત્યક્ષ દર્શન બંધ કરાવવા માટે, વેરાવળની ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને સોમનાથ ટ્રસ્ટને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે "હાલ કોરોના તેના 'પીક' પર છે, સોમનાથ મંદિરમાં મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા આવશે તો જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ ખુબ પ્રમાણમાં વધી શકે તેવી પુરેપુરી શક્યતા છે. આથી જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ્રે તાત્કાલિક નિર્ણય લઇને મંદિરમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ આપવી કે અન્ય કોઇ પણ પ્રકાર 'પ્રત્યક્ષ દર્શન' બંધ કરાવવા જોઇએ."
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને કારણે અમરનાથ યાત્રા પણ રદ કરવામાં આવી છે. તેમજ ચાર ધામ ના દર્શન પણ લોકો ઘરે બેસીને જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દેશમાં તમામ ધાર્મિક આયોજનો પર પણ હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com