ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મ્યાનમારની સેના નફરત ફેલાવવા અને જુઠાણું ફેલાવવા ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ફેબુ્રઆરીમાં સેના દ્વારા ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા આંચકી લેવામાં આવ્યા પછી તેના વિરોધમાં થયેલા દેખાવોમાં સેનાએ ૧૬૦૦થી વધુ નાગરિકોની હત્યા કરી હતી. રોહિંગ્યા સમુદાયના લોકોની કરાયેલી હત્યા પછી ૨૦૧૮માં ફેસબુકે સેના સાથે સંકળાયેલ ૨૦ અધિકારીઓ અને સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો.મ્યાનમારના રોહિંગ્યા શરણાર્થીઓએ અમેરિકાની કોર્ટમાં ફેસબુક પર ૧૫૦ અબજ ડોલરનો દાવો માંડતા તેની પ્રતિક્રિયામાં ફેસબુકની પિતૃક કંપની મેટાએ મ્યાનમારની સેના સાથે સંકળાયેલી પોસ્ટિંગ પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો છે. સેનાના અંકુશ હેઠળના બિઝનેસને રિપ્રેઝેન્ટ કરતા એકાઉન્ટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ફેબુ્રઆરીમાં જ ફેસબુકે આવી કંપનીઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મ્યાનમારની સેનાએ ચૂંટાયેલી આંગ સાન સુ કીની સરકાર પાસેથી સત્તા આંચકી લીધા પછી ફેસબુકે ફેબુ્રઆરી મહિનામાં ફેસબુકે મ્યાનમારની સેના અને સેનાના અંકુશ હેઠળની મીડિયા કંપનીઓને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ કેલિફોર્નિયામાં રોહિંગ્યા શરણાર્થીઓના વકીલોએ મ્યાનમારમાં તેમની નફરત વિરુદ્ધ ફેલાવવામાં મદદ કરવાનો આરોપ મૂકીને ફેસબુક પર ૧૫૦ અબજ ડોલરનો દાવો માંડયો હતો.