News Continuous Bureau | Mumbai
મુંબઈ: મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા માં એક અત્યંત શરમજનક ગુનાનો મામલો સામે આવ્યો છે. એક ૨૦ વર્ષીય વ્યક્તિ દ્વારા એક ૧૬ વર્ષની સગીરા પર સાર્વજનિક શૌચાલયમાં બળાત્કાર કર્યાની ચોંકાવનારી ઘટના બની છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.
Mumbai rape case આ ઘૃણાસ્પદ ઘટના ૧ ઓક્ટોબરના રોજ બાંદ્રા પૂર્વ વિસ્તારમાં બની હતી. આરોપી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તેણે પીડિત સગીરાને બાંદ્રા પૂર્વમાં આવેલા એક સાર્વજનિક પુરુષ શૌચાલયમાં લઈ જઈને તેની સાથે જબરદસ્તી કરી અને બળાત્કાર કર્યો.ઘટના બાદ આ નરાધમે પીડિતાને આ મામલે કોઈને પણ જાણ ન કરવા માટે જીવલેણ ધમકી પણ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai bus accident: મુંબઈના દાદર વિસ્તાર માં બેસ્ટ બસ સાથે ગમખ્વાર અકસ્માત એકનું મૃત્યુ, ચાર ગંભીર રીતે ઘાયલ
પીડિત સગીરાની ફરિયાદના આધારે નિર્મલ નગર પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તત્કાળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ૧ ઓક્ટોબરના રોજ જ આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો.
આરોપી વિરુદ્ધ જાતીય સતામણી અને જીવની ધમકી આપવા સહિતની કલમો હેઠળ પોક્સો (POCSO) એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરીને તેને મઝગાંવ ની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો.આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવશે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે