News Continuous Bureau | Mumbai
આખા દિવસનો થાક દૂર કરવા માટે સ્નાન (bath)કરવું ખૂબ જ જરૂરી છે. સ્નાન કરવાથી થાક દૂર થાય છે અને તમને તાજગીનો અનુભવ થાય છે. તે શરીરને શુદ્ધ કરે છે અને તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. પરંતુ ઘણીવાર આપણે સ્નાન કર્યા પછી કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે ફક્ત આપણા વાળને જ નહીં, પરંતુ ત્વચાને પણ ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. આપણે બધા સુંદર અને આકર્ષક દેખાવા માંગીએ છીએ. સુંદર દેખાવામાં આપણો ચહેરો અને વાળ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ સ્નાન કર્યા પછીની કેટલીક ભૂલો તમારી સુંદરતાને બગાડી શકે છે. આ લેખમાં, આપણે એક ફેમસ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન પાસેથી એવી ભૂલો વિશે જાણીશું જે તમારે સ્નાન કર્યા પછી ટાળવી જોઈએ.
1. ચહેરા પર ટુવાલ ઘસવો
ઘણીવાર લોકો જ્યારે સ્નાન કરીને આવે છે, ત્યારે ચહેરા પર હાજર પાણીને સૂકવવા અથવા લૂછવા માટે તેઓ ચહેરા પર ટુવાલ(towel) ઘસે છે. તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. ચહેરાને નુકસાન ન થાય તે માટે, ટુવાલને ત્વચા પર ઘસવાને બદલે, ટુવાલની સપાટીથી હળવા હાથે થપથપાવીને ચહેરાને સુકાવો.
2. હાનિકારક રસાયણો વાળી ક્રિમ અને મોઇશ્ચરાઇઝર્સનો ઉપયોગ
સ્નાન કર્યા પછી ત્વચા ખૂબ જ શુષ્ક (dry)થઈ જાય છે. તેથી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો સ્નાન કર્યા પછી ત્વચા પર હાનિકારક રસાયણોથી ભરપૂર મોઈશ્ચરાઈઝર અને ક્રીમ લગાવે છે. જે તમારી ત્વચાને જ નુકસાન પહોંચાડે છે. તેના બદલે તમે ત્વચાને મોઇશ્ચરાઇઝ(moisturize) કરવા માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. તલનું તેલ દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. ફક્ત તલના તેલના 4-5 ટીપાં લો અને તેનાથી ત્વચા પર માલિશ કરો.
3. માત્ર ચહેરો જ મોઇશ્ચરાઇઝ કરવો
આપણે બધા સ્નાન કર્યા પછી આપણા ચહેરાને ભેજયુક્ત રાખવાનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ આપણા શરીરના બાકીના ભાગોને મોઇશ્ચરાઇઝ(moisturize) કરતા નથી. સ્નાન કર્યા પછી તમારું આખું શરીર શુષ્ક થઈ જાય છે, તેથી ચહેરાની ત્વચાની સાથે સાથે આખા શરીરને પણ મોઈશ્ચરાઈઝ કરવું જરૂરી છે. આ માટે, તમે તલનું તેલ, નારિયેળનું તેલ અથવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરી શકો છો.
4. સ્નાન કર્યા પછી વાળ પર ટુવાલ લપેટવો
ન્હાયા પછી ટુવાલ વીંટાળવો વાળ માટે ખૂબ જ નુકસાનકારક છે. જ્યારે તમે નહાયા પછી વાળને ટુવાલમાં ટ્વિસ્ટ (twist towel)કરીને ખેંચો છો તો તેનાથી વાળને ઘણું નુકસાન થાય છે. આમ કરવાથી તમારા વાળના મૂળ નબળા પડી જાય છે. આમ કરવાને બદલે તમારે ટુવાલ વડે વાળને હળવાશથી સુકાવો અને વાળને કુદરતી રીતે સુકાવા દો.
5. ભીના વાળ માં કાંસકો ફેરવવો
ઘણા લોકો નહાયા પછી વાળમાં કાંસકો ફેરવવા(comb) લાગે છે. તેઓ વિચારે છે કે આ રીતે વાળ ને સુકવવું સરળ છે. પણ એવું બિલકુલ નથી. આમ કરવાથી તમારા વાળને નુકસાન થાય છે સાથે જ વાળની ગુણવત્તા પણ બગડે છે. તેથી આવું કરવાનું ટાળો અને વાળને કુદરતી રીતે સુકાવા દો, ત્યારબાદ વાળમાં કાંસકો કરો.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- આ ત્રણ વસ્તુઓ નો ઉપયોગ કરીને બે દિવસમાં દૂર કરો તમારી આંખો નીચેના ડાર્ક સર્કલ