News Continuous Bureau | Mumbai
સિયાચીન ગ્લેશિયરમાં(Siachen Glacier) ૩૮ વર્ષ પહેલા બરફના તોફાનને(snow storm) લીધે ગુમ થયેલા સેનાના જવાન(Army soldier) લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના(Lance Naik Chandrashekhar) પાર્થિવ દેહની ઓળખ(Identification of the terrestrial body) થઈ ગઈ છે. ભારતીય સેનાની(Indian Army) પેટ્રોલિંગ ટીમને(patrolling team) લાન્સ નાઈક ચંદ્રશેખરના ડ્રેસ પરના મેટલના બે બેચ પરથી પાર્થિવ શરીરની ઓળખ કરવામાં મદદ મળી છે.
૨૯ મે, ૧૯૮૪ના રોજ ચંદ્રશેખર બર્ફીલા તોફાનમાં ફસાઈ ગયા હતા. જે બાદ તેમની કોઇ જાણકારી મળી નહોતી. હવે ૩૮ વર્ષ બાદ તેમના પાર્થિવદેહના અવશેષો મળી આવ્યા છે. મંગળવારે અવશેષો તેમના પરિવારને સોંપવામાં આવશે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં તેમનો પરિવાર ૩૮ વર્ષથી તેમની રાહ જોઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા
ચંદ્રશેખરના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે. પત્ની શાંતિ દેવીએ આ ૩૮ વર્ષમાં એક ક્ષણ માટે પતિનો દેહ મેળવવાની આશા છોડી નથી. તેમણે માત્ર પોતાની જાતને જ નહીં પરંતુ પરિવારના સભ્યોને પણ સાંત્વના આપી. એટલું જ નહીં, તેમણે ચાર વર્ષ અને દોઢ વર્ષની બંને દીકરીઓનો ઉછેર કર્યો હતો. આ દરમિયાન સેના તરફથી ઘણી મદદ મળી હતી. આઝાદીની ૭૫મી વર્ષગાંઠના એક દિવસ પહેલા જ શાંતિ દેવી દ્વારા જોવાતી રાહનો અંત આવ્યો અને સેનાએ તેમને કહ્યું કે, ૩૮ વર્ષ પહેલા વીરગતિ પામનાર તેમના પતિના અવશેષો મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખર હર્બોલા ૧૯ કુમાઉ રેજિમેન્ટના સૈનિક(Soldier of Kumaon Regiment) હતા. તેઓ ૧૯૭૫માં સેનામાં જાેડાયા હતા. વર્ષ ૧૯૮૪માં ભારત અને પાકિસ્તાન(India and Pakistan) વચ્ચે સિયાચીનનું યુદ્ધ(Battle of Siachen) થયું હતું. ત્યાર પછી ભારતે ઓપરેશન મેઘદૂત(Operation Meghdoot) શરૂ કર્યું. આ જ ઓપરેશન હેઠળ મે ૧૯૮૪માં ૨૦ સૈનિકોની ટુકડીને(troop of soldiers) સિયાચીનની ઊંચી ટેકરીઓ પર પેટ્રોલિંગ કરવા માટે મોકલવામાં આવી હતી. ચંદ્રશેખર પણ આ જ પેટ્રોલિંગ ટીમનો ભાગ હતા. ૨૯ મેના રોજ ચંદ્રશેખર ગ્લેશિયર તૂટતા તોફાનની ઝપેટમાં આવી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ