ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર
સબ્યસાચી મુખર્જીના મંગળસૂત્રની જાહેરાતને કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખરજીને મંગળસૂત્રની જાહેરાતને કારણે ચેતવણી આપી છે. તેમણે વિડિયો જાહેર કરીને કહ્યું છે કે જો ડિઝાઇનર 24 કલાકની અંદર ad નહીં હટાવે તો તેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે સબ્યસાચીને તેની નવી રચનાને કારણે સત્તા તરફથી ચેતવણી મળી હોય. આ પહેલાં પણ ભાજપના એક કાનૂની સલાહકારે સબ્યસાચીના મંગળસૂત્ર કલેક્શનને લગતી એક જાહેરાતને લઈને કાનૂની નોટિસ જારી કરી હતી.
તહેવાર ટાણે જ ગૃહિણીઓને મોંઘવારીનો માર, કોમર્શિયલ LPG સિલિન્ડમાં ઝીકાયો અધધ આટલા રૂપિયાનો વધારો
એક વિડિયો સંદેશ જાહેર કરતા મધ્યપ્રદેશના મંત્રીએ કહ્યું હતું કે, મેં મંગળસૂત્રની જાહેરાત જોઇ છે.તે અત્યંત વાંધાજનક છે. જ્વેલરીમાં મંગળસૂત્રનું સૌથી વધુ મહત્વ છે. અમે માનીએ છીએ કે મંગળસૂત્રનો પીળો ભાગ દેવી પાર્વતીનું પ્રતીક છે. જ્યારે કાળો ભાગ શિવજીનું પ્રતીક છે. મંગળસૂત્ર સૌભાગ્યના કલ્યાણ માટે પહેરવામાં આવે છે.
નરોત્તમ મિશ્રાએ સબ્યસાચીને વ્યક્તિગત રીતે ચેતવણી આપીને 24 કલાકની અલ્ટીમેટમ આપ્યું છે. જો તેઓ ૨૪ કલાકમાં જાહેરાત નહીં હટાવે તો કેસ નોંધવામાં આવશે. મંત્રીએ આ જાહેરાતને વાંધાજનક અને અશ્લીલ ગણાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ બીજેપી-મહારાષ્ટ્ર પાલઘર યુનિટના કાનૂની સલાહકાર દ્વારા મોકલવામાં આવેલી નોટિસ કહેવાયું છે કે મંગળસૂત્રની જાહેરાતમાં અર્ધનગ્ન મોડલને દર્શાવવી અશ્લીલ અને અપમાનજનક છે.