News Continuous Bureau | Mumbai
લગ્ન પ્રસંગ(wedding ceremony) હોય કે પછી કોઈ પાર્ટી… ડાન્સ(dance) વગર પ્રસંગ અધૂરો લાગે. ડીજે(DJ) પર એમાંય નાગિન ડાન્સની(Naagin dance) ધૂન જો વાગે તો લોકો ઉછળી પડે છે. લગ્ન પ્રસંગે મોટાભાગે નાગિન ડાન્સ ધૂન વાગતી હોય છે અને લોકો તેમાં પોતાના મજેદાર ડાન્સથી ચાર ચાંદ પણ લગાવી દે છે. ક્યારેક તો ડાન્સ દરમિયાન કેટલીક અજીબોગરીબ ઘટનાઓ પણ જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં(social media) વાયરલ(VIral video) થયો છે જેમાં નાગિન ડાન્સ કરતા બે વ્યક્તિ અચાનક ઝઘડી પડ્યા.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે વ્યક્તિ પોતાની ધૂનમાં નાગિન ડાન્સ કરી રહ્યા છે. થોડીવાર બાદ આ નાગિન ડાન્સ ઝઘડામાં ફેરવાઈ જાય છે. વીડિયોની શરૂઆતમાં ખુબ આનંદમાં ડાન્સ કરતા આ બે યુવકો એક બીજાને હાથની ફેણ બનાવીને ડાન્સમાં મગ્ન જાેવા મળે છે. પરંતુ થોડીવાર બાદ જાેવા મળે છે કે એક યુવકની ફેણ દેખાડવાની હરકત બીજા યુવકને ગમતી નથી અને બીજી જ પળે એકબીજા સાથે ઝઘડામાં ઉતરી પડે છે. ત્યાં હાજર લોકો બંને યુવકોને શાંત કરવાની કોશિશ કરે છે.
આ સમાચાર પણ વાંચો : આને કહેવાય-નસીબ આડે પાંદડું-દૈનિક વેતન કામદાર પળવારમાં બની ગયો અબજપતિ- પરંતુ ક્ષણભરમાં જ
ઈન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કરાયેલા આ વીડિયોને જોઈને લોકો ખુબ મજા લઈ રહ્યા છે. ઈન્ટરનેટ(Internet) પર આજકાલ અનેક પ્રકારના વીડિયો આ રીતે વાયરલ થતા જોવા મળે છે. ડાન્સ વીડિયોમાં(Dance video) લોકોને આમ પણ રસ પડતો હોય છે. ત્યારે આવા વીડિયો લોકોમાં ઝડપથી વાયરલ થાય છે. લોકોને મજા લઈને નાગિન ડાન્સ કરતા તો તમે જોયા જ હશે પણ પહેલીવાર નાગિન ડાન્સ કરતા કરતા ઝઘડી પડતા યુવકો પણ જોવા મળ્યા.