News Continuous Bureau | Mumbai
વિશ્વની વસ્તી સતત વધી રહી છે. એક અંદાજ મુજબ વિશ્વની હાલમાં સાત અરબ થી પણ વધુ વસ્તી છે. ત્યારે ધરતી પર આગામી વર્ષોમાં ખોરાક ખૂટી જશે એવી ચોંકાવનારી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આજથી ફક્ત 27 વર્ષ ચાલે એટલો જ અનાજનો જથ્થો માનવજાત પાસે ઉપલબ્ધ રહ્યો છે.
વૈજ્ઞાનિકોએ 27 વર્ષ માટે એક સમય સેટ કર્યો છે અને તેમના કહેવા મુજબ 24 એપ્રિલ 2022 થી આપણી પાસે 27 વર્ષ વર્ષ 251 દિવસ સુધી ચાલે એટલું ભોજન રહેશે.વૈજ્ઞાનિકોનું માનીએ તો 2050ની શરૂઆતમાં જ માનવજાત પાસે ખાવા માટે અનાજનો એક દાણો પણ નહીં બચ્યો હોય.
એક મીડિયા હાઉસમાં સોશિયો બાયોલોજીસ્ટ(Socio Biologist) એડવર્ડ વિલ્સન(Edward Wilson) ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમના કહેવા મુજબ આજની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણને પૃથ્વી જેવા બે ગ્રહોની જરૂર છે. પૃથ્વી પાસે મનુષ્યને ખવડાવવાની મર્યાદિત ક્ષમતા છે. પરંતુ જો દરેક વ્યક્તિ શાકાહારી બનવા માટે સંમત થાય, તો પૃથ્વી પાસે વિશ્વની આટલી મોટી વસ્તી ને ખવડાવવા માટે પૂરતો ખોરાક હશે. પરંતુ માંસાહારી માટે માંસ મેળવવું મુશ્કેલ થઈ શકે છે. આવનારા સમયમાં વસ્તી વધવાની છે. 2050 સુધીમાં વિશ્વમાં લગભગ 10 અબજ લોકો હશે. તે બધાને ખવડાવવા માટે, 2017 ની સાલ કરતાં 70 ટકા વધુ ખોરાકની જરૂર પડશે. પૃથ્વી ખવડાવી શકે તેવા લોકોની સંખ્યા ની મહત્તમ મર્યાદા 10 અબજ છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે દરેક ફોન કોલ રેકોર્ડ કરો છો? તમે પછી આ સમાચાર તમારા માટે છે. જલ્દી કાયદો બદલાઈ રહ્યો છે જાણો વિગતે
એડવર્ડ વિલ્સન ના કહેવા મુજબ આખી દુનિયાની વસ્તીને સરળતાથી ભોજન ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ તે માટે લોકોએ માંસ ખાવાનું બંધ કરવું પડશે. કારણ કે જાનવરોથી માંસ મેળવવા માટે વધારે ભોજન અને શક્તિ ખર્ચ કરવી પડે છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ અન્ય વૈજ્ઞાનિકો પણ એડવર્ડની ચેતવણીને સમર્થન આપ્યું છે. ભયાનક ભવિષ્યવાણી(prophecy) વિશે પુસ્તક લખનાર પ્રોફેસર જુલિયન ક્રિબના(Julian Cribb) કહેવા મુજબ આખી દુનિયા માટે ખાદ્ય સંકટ એક મોટુ સંકટ છે. આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી જણાતો. આબોહવા પરિવર્તનને કારણે ખાદ્ય સંકટ આપણી નજીક આવી રહ્યું છે. ખેતીલાયક જમીન ઘટી રહી છે, તેના પર ઈમારતો બંધાઈ રહી છે. સમગ્ર વિશ્વમાં પાણીની અછત જોવા મળી રહી છે. વસ્તી ઝડપથી વધી રહી છે. આ બધાને કારણે 2050 સુધીમાં ખાદ્યપદાર્થોની મોટી કટોકટી હશે. આવનારા સમયમાં વિશ્વયુદ્ધ માત્ર ખોરાક અને પાણી માટે જ શક્ય છે.