News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કંઈકને કંઈક વાયરલ(Viral Video) થતું રહે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક મહિલા ખાટલા પર આરામ કરી રહી છે. આ દરમિયાન ત્યાં સાપ આવે છે અને તે મહિલા ઉપર બેસી જાય છે. સાંપનો(snakes) અંદાજ આવતા મહિલા ડરી જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે મદદ માટે રાડો પાડી રહી છે. તો ડરને કારણે મહિલા હલી પણ શકી નહીં.
પ્રાપ્ત જાણકારી મુજબ આ વીડિયો આઈએફએસ ઓફિસર(IFS Officer) સુશાંત નંદાએ(Sushant Nanda) શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે જાે તમારી સાથે આવું થાય તો તમારી શું પ્રતિક્રિયા હશે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે સાંપ મહિલાની ઉપર ફેણ ચડાવી બેઠો છે. તો તેનાથી ડરેલી મહિલા મદદ માટે કહી રહી છે.
આ સમાચાર પણ વાંચો : વધુ એક સંકટ-સામે આવ્યો કોરોનામોં નવો વેરિયન્ટ-હવે રાત્રે આ રીતે વાયરસ આપી રહ્યો છે ત્રાસ
હાલ ઈન્ટરનેટ(Internet) પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને હજારો વ્યૂ અને લાઇક્ટ મળી ચુકી છે. પરંતુ આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી સામે આવી નથી.
When this happens what would be your reaction
For information the snake moved away after few minutes without out causing any harm…
(As received from a colleague) pic.twitter.com/N9OHY3AFqA— Susanta Nanda IFS (@susantananda3) August 28, 2022